મૌસમનો મિજાજ બદલાઇ રહ્યો છે અને હવે ધીમે-ધીમે ગરમી પોતાની અસર દેખાડવા લાગી છે. બદલાતી ઋતુમાં પોતાની જાતને ફિટ જાળવી રાખવા માટે જીવનશૈલીમાં પણ ફેરફાર કરવા પડે છે. તમારા રૂટિનમાં ફેરફારની શરૂઆત અત્યારથી જ કરવાની જરૂર છે જેથી આવનારા ત્રણ મહિના તમે સંપૂર્ણપણે સ્વસ્થ રહી શકો.
આ માટે આટલું કરો...
- આંખોની સુરક્ષા માટે ચશ્માનો ઉપયોગ કરો.
- જ્યુસ, મિલ્ક શેક જેવા એનર્જી ડ્રિંકનો રૂટિનમાં સમાવેશ કરો.
- વધારેમાંથી ઓછા અને ઓછામાંથી વધારે તાપમાનમાં જતાં પહેલા થોડો બ્રેક લો.
- પૂરતી માત્રામાં પાણી પીતા રહો.
- પહેરવેશમાં સામાન્ય રંગોના કપડાનો ઉપયોગ કરો.
- સવારે જલ્દી જાગો અને નિયમિત સામાન્ય વ્યાયામ તો અચૂક કરો.