ભોજનમાં આમળાની ચટણી જેમાં મરી, જીરું, સીંધવ, ફુદીનો અને ખાંડનો ઉપયોગ કરીને ચટણી બનાવો.
ફુદીનો, કાંદો, કાચી કેરી, આમલીનો ઉપયોગ આ મોસમમાં જરૂર કરવો. ડુંગળી પિત્તનાશક અને કફ નિવારક ગણાય છે. ડુંગળીના ઉપયોગથી ગરમીમાં લૂ લાગવાનો ડર રહેતો નથી.
કાકડી, તરબૂચ, સક્કરટેટી, મોસંબી, નારંગી, શેરડીનો રસ અને કેરીનો ઉપયોગ સપ્રમાણ માત્રામાં કરવો.
સાંજના સમયે હળવું ભોજન લેવું.
પરસેવાની સાથે શરીરમાં રહેલ મીઠું બહાર નીકળી જાય છે. શરીરમાં મીઠાની ઊણપને દૂર કરવા સપ્રમાણ માત્રામાં લીંબુના શરબતમાં કે દહીંમાં મીઠાનો ઉપયોગ કરવો.