કેળુ તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી માનવામાં આવે છે. આ તમારા શરીરને ઘણી બીમારીઓથી બચાવે છે. તેને એનર્જીનો પાવરહાઉસ પણ કહે છે. રોજ બ્રેકફાસ્ટમાં કેળાનો સમાવેશ કરવાથી તમારો આખો દિવસ એનર્જેટિંક રહેશે. ડાયેટ એક્સપર્ટ મુજબ કેળામાં પોટેશિયમ અને કાર્બોહાઈડ્રેટ જોવા મળે છે. જો તમે રોજ એક કેળાનુ સેવન કરો છો તો તમારુ બ્લડ પ્રેશર કંટ્રોલમાં રહેશે. કેળુ ખાવાથી તમે બીમારીઓથી દૂર રહેશો. ચાલો જાણીએ તેનાથી થનારા ફાયદા વિશે..
કેળામાં શું જોવા મળે છે
તેમાં વિટામિન-એ, વિટામિન-બી, વિટામિન-સી, વિટામિન-બી6, મેગ્નેશિયમ, પોટેશિયમ, થાઇમીન, રિબોફ્લેવિન જેવા પોષક તત્વો મળી આવે છે. આ સિવાય કેળામાં 64.3% પાણી, 1.3% પ્રોટીન, 24.7% કાર્બોહાઈડ્રેટ પણ વિપુલ પ્રમાણમાં જોવા મળે છે. આ તમામ પોષક તત્વો તમારા સ્વસ્થ શરીર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે.
કેળા ક્યારે ખાવા જોઈએ
હેલ્થ એક્સપર્ટના મુજબસવારના નાસ્તામાં કેળું ખાવું તમારા સારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
કેળાના ફાયદા
પાચનમા સરળ
કેળામાં ફાઈબર ભરપૂર માત્રામાં જોવા મળે છે. ફાઈબર તમારા પાચનને સુધારવામાં મદદ કરે છે.
લોહીની ઉણપ
તેમાં આયર્ન પણ ભરપૂર માત્રામાં જોવા મળે છે. આનું સેવન કરવાથી તમારા શરીરમાં લોહીની ઉણપ પણ પૂરી થઈ જશે.
વજન નિયંત્રણ
સંશોધન મુજબ, કેળા તમારી ભૂખને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. તેનું સેવન કરવાથી તમને ભૂખ ઓછી લાગે છે. જો તમારે વજન ઓછું કરવું હોય તો કેળા ખાવા જ જોઈએ.
હૃદયને રાખે સ્વસ્થ
કેળા તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં પણ મદદ કરે છે. તેમાં રહેલું પોટેશિયમ મગજમાં ઓક્સિજન પહોંચાડવામાં મદદ કરે છે. બ્લડપ્રેશર, હાર્ટ સ્ટ્રોક અને હાર્ટ સંબંધિત બીમારીઓથી પણ રાહત મળે છે.