Neem For Health and beauty- કડવા લીમડા ગુણોની ખાણ છે. જાણો 10 ફાયદા
શુક્રવાર, 6 મે 2022 (17:00 IST)
આયુર્વેદિક દવા છે જેના અનેક સ્વાસ્થ્યવર્ધ ફાયદા છે. લીમડો આપણા શરીર, ત્વચા અને વાળ માટે અત્યંત ગુણકારી છે. તેનો કડવો સ્વાદ ઘણાં લોકોને ખરાબ લાગે છે માટે તેઓ તેને ઇચ્છીને પણ ખાઇ નથી શકતા. પણ જો તેનો રસ બનાવીને પીવામાં આવે તો તમે કલ્પ્યો પણ નહીં હોય તેટલો ફાયદો થશે. જાણીએ ગુણકારી લીમડાના રસના ફાયદા...
1. લીમડામાં એન્ટી ઇન્ફ્લેમેન્ટરી તત્વ હોય છે. લીમડાનો અર્ક ખીલમાંથી મુક્તિ અપાવવા માટે બહુ સારો ગણાય છે. આ સીવાય લીમડાનો રસ શરીરનો રંગ નિખારવામાં પણ અસરકારક છે.
2. લીમડાના પાંદડાનો રસ અને મધને 2:1ના માપમાં પીવડાવવાથી કમળામાં ફાયદો થાય છે અને તે કાનમાં નાંખવાથી કાનના વિકારોમાં પણ ફાયદો થાય છે.
3. લીમડાનો રસ પીવાથી શરીરની ગંદકી નીકળી જાય છે. જેનાથી વાળની ગુણવત્તા, ત્વચાની કામુકતા અને પાચન સારું રહે છે.
4. આ સિવાય લીમડાનો રસ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક છે. જો તમે રોજ લીમડાનો રસ પીશો તો તમારું બ્લડ શુગર લેવલ એકદમ કન્ટ્રોલમાં રહેશે.
5. લીમડાના રસના બે ટીપાં આંખોમાં નાંખવાથી આંખોની રોશની વધે છે.
6. શરીર પર જો ચિકન પોક્સના નિશાન રહી ગયા હોય તો કે સાફ કરવા માટે લીમડાના રસથી મસાજ કરો. આ સિવાય ત્વચા સંબંધી રોગ જેવા કે એક્ઝિમા અને સ્મોલ પોક્સ પણ આ રસ પીવાથી દૂર થઇ જાય છે.
7. લીમડો એક રક્ત-શોધક ઔષધિ છે. તે ખરાબ કોલેસ્ટ્રોને ઓછું કરે છે કે તેનો નાશ કરે છે. લીમડાનું મહિનામાં 10 દિવસ સેવન કરવાથી હાર્ટ અટેકની બીમારી દૂર થઇ શકે છે.
ગુણકારી લીમડા દ્વારા સૌદર્ય નિખારો
લીમડો ગુણોની ખાણ છે. એમાં ઔષધી ગુણ હોય છે . આ ઘણા રોગોથી બચાવે છે અને ત્વચા માટે પણ લાભકારી છે . સંક્રમણ થી બચાવ
બે લીટર પાણીમાં 50-60 લીમડા પાંદડા નાખી ઉકાળી લો . જ્યારે પાણી લીલા રંગનું થઈ જાય તો તેને શીશીમાં ભરી રાખી લો. સ્નાન કરતી સમયે એક બાલ્ટી પાણીમાં 100 મિલી લીમડાનું પાણી તમને સંક્ર્મણથી છૂટકારો અપાવશે.
લીમડાના તેલમાં છે ગુણોનો ભંડાર
લીમડાનો તેલનો ઉપયોગ સાબુ, શૈપૂ, લોશન ટૂથપેસ્ટ અને ક્રીમની બનાવટમાં કરાય છે. આ ત્વચાને સાફ કરે છે.
ફેસ પેક નિખારે રૂપ
10 લીમડાના પાંદડાંને સંતરાના છાલ સાથે પાણીમાં ઉકાળો આનું પેસ્ટ બનાવી તેમા મધ,દહીં અને સોયા મિલ્ક મિક્સ કરી પેસ્ટ તૈયાર કરો . અઠવાડિયામાં ત્રણ વાર લગાવવાથી તમારો ચેહરો નિખરવા માંડશે. સાથે ચેહરા પર પિંપલ વાઈટહેડસ બ્લેકહેડસ અને પોર્સ નાના થશે.
હેયર કંડીશનર વધારશે વાળની સુંદરતા
લીમડો એક સરસ કંડીશનર પણ છે .પાણીમાં ઉકાળી અને મધ મિક્સ કરી તૈયાર કરેલું લીમડાનું પેસ્ટ માથાના વાળમાં લગાવવાથી ખોડાની સમસ્યા ખત્મ થશે. સાથે વાળ સોફ્ટ પણ બનશે .
રૂપ નિખારે સ્કીન ટોનર
તમારે મોંઘા મોંઘા બ્યુટી પ્રાડ્ક્ટસ પર પૈસા ખર્ચ કરવાની જરૂર નથી. જો તમારી પાસે લીમડાની પાન છે તો તમારું કામ સરળ થઈ જશે. રાતે એક કાટન બોલને લીમડાના પાણીમાં ડુબાડી તેનાથી ચેહરો સાફ કરો. આવુ કરવાથી ખીલ ,બ્લેકહેડસથી છુટકારો મળશે.