Coronavirus: મીઠાના પાણીથી કોરોના વાયરસની અસર થાય છે ઓછી

Webdunia
શનિવાર, 30 મે 2020 (08:56 IST)
કોરોના વાયરસ ભારત સહિત અનેક દેશોમાં તારાજી સર્જી રહ્યું છે. સરકાર, વૈજ્ઞાનિક અને અન્ય ઘણા લોકો તેમની સાથે વ્યવહાર કરવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. કેટલાક મહિનાઓથી તબાહી મચાવી રહેલા વાયરસની સારવાર માટે હજી સુધી કોઈ રસી તૈયાર કરવામાં આવી નથી.
 
કોરોના વાયરસે અત્યાર સુધીમાં લાખો લોકોને પોતાના ઝપેટમાં લીધા છે (કોરોનાવાયરસ કેસ) દરમિયાન, યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીના સંશોધનથી બહાર આવ્યું છે કે કોરોના પીડિતોને મીઠાના પાણીથી કોગળા કરે તો તેમને ઘણી રાહત મળી શકે છે. મીઠાનું પાણી વાયરસના ઈંફેક્શનને ઘટાડે છે અને આ ઉપરાંત તે રોગની અવધિ પણ ઘટાડે છે
 
આ રિસર્ચ  66 કોરોના પીડિતો પર કરવામાં આવ્યુ 
 
 જેમના નાક, કાન અને ગળામાં કોરોના સંક્રમણ હતુ શોધકર્તાઓએ જણાવ્યું હતું કે આ સંક્રમિત થયેલા લોકો પાસેથી  મીઠાના પાણીના કોગળા કરાવાયા. અને તેના ઠીક  12 દિવસ પછી, જ્યારે તેમના સેમ્પલ લેવામાં આવ્યા ત્યારે તેમની અંદર વાયરસના લક્ષણોમાં ઘટાડો થયો.
 
સાથે જ મ્યૂકસના દ્વારા બેક્ટેરિયા અને વાયરસ પણ નીકળી જાય છે 
 
જર્નલ ઓફ ગ્લોબલ હેલ્થમાં પ્રકાશિત સંશોધન મુજબ, કોરોના પીડિતો, જેમણે મીઠાનું પાણીના કોગળા કર્યા હતા, તેમની અંદર સરેરાશ 2.5 દિવસમાં સંક્રમણ ઘટ્યુ.  સાથે જ શોધકર્તાઓનુ કહેવું છે કે આ અંગે ટૂંક સમયમાં એક ટ્રાયલ શરૂ કરવામાં આવશે. વિશેષજ્ઞો કહે છે કે મીઠાના પાણીથી કોગળા કરવાથી ગળું સાફ થાય છે. આ ઉપરાંત  લાળ દ્વારા બેકટેરિયા અને વાયરસ પણ નીકળી જાય  છે. ક્લોરિન મીઠામાં જોવા મળે છે, જે ગળાને સાફ કરીને ગળાનો સોજો ઘટાડવામાં મદદ કરે છે.`

સંબંધિત સમાચાર

Next Article