Health Tips : આ 5 ઘરેલુ ઉપાયોથી તરત ખુલી જશે બંધ નાક અને ગળાને મળશે આરામ

Webdunia
શુક્રવાર, 15 નવેમ્બર 2019 (11:49 IST)
શિયાળો આવતા જ નાના બાળકોથી માંડીને દરેક વયના લોકોને જો કોઈ પરેશાની સૌથી વધારે સતાવતી હોય તો એ છે શરદી અને ખાંસી..  આવામાં મોટાભાગના લોકો ડોક્ટર પાસે જવુ પસંદ કરતા નથી અને ઘરમાં મુકેલી જ કોઈ દવા કે જાહેરાતોમાં આવતી શરદી ખાંસીની દવા લઈ લે છે પણ વારે ઘડીએ દવાઓ લેવાથી તમારી રોગપ્રતિરોધક ક્ષમતા પર અસર પડે છે.  આવી નાની નાની પરેશાનીઓ માટે બની શકે તેટલા ઘરેલુ ઉપાય કરવા જોઈએ. તો આજે અમે આપને માટે લાવ્યા છે શરદી ખાસી માટેના કેટલાક ઘરેલુ ઉપાય.. તો આવો જાણીએ શુ છે એ ઉપાયો  
 
ગરમા ગરમ લિકવિડનુ કરો સેવન - બંધ નાક અને ગળામા થઈ રહેલ પરેશાનીથી બચવા માટે તમે ગરમ ગરમ લિકવિડનુ સેવન કરતા રહો.  પાણી પણ સાધારણ કુણુ લો.  આદુની ચા, બ્લેક ટી, ગ્રીન ટી અને કાઢો જેવી વસ્તુઓનું સેવન તમને પોલ્યુશન અને બદલતી ઋતુના પ્રભાવથી બચાવશે. 
 
કાળા મરી સાથે મધનુ સેવન -  શિયાળો અને પોલ્યુશનને કારણે બંધ થનારુ નાક અને ગળાની સમસ્યાથી કાળા મરી અને મધનુ મિશ્રણ બચાવી શકે છે. એક મોટી ચમચી મધમાં 2 થી 3 ચમચી વાટેલા કાળા મરી મિક્સ કરો અને રાત્રે સૂતા પહેલા તેનુ સેવન કરો.  ધ્યાન રરાખો કે તેને એકવારમાં ખાઈ લેવાને બદલે  તેને ધીરે ધીરે ચાટવાથી વધુ લાભ થશે. જો વધુ પરેશાની છે તો દિવસમાં બે વાર તેનુ સેવન કરી શકો છો. 
 
વિકસની વરાળ - વિક્સ દ્વારા બંધ નાક ખોલવુ સૌથી સહેલો ઉપાય છે. ગળા પર લગાવવાથી પણ તેમા ઘણી રાહત મળે છે.  તમે બંધ નાક અને ગળાની પરેશાની માટે ગરમ પાણીમાં વિક્સ નાખીને તેની વરાળ પણ લઈ શકો છો.  જો તમારી પાસે સમય હોય તો તમે સવારના કુણા તડકામાં થોડી વાર બેસો.. તાપમાં બેસવાથી તમને છીંક આવશે અને તમારા નાકને આરામ પણ મળશે. 
 
 
લસણને ડાયેટમા કરો સામેલ - શિયાળાથી બચવા માટે લસણનો ઉપયોગ જરૂર કરો. બની શકે તો દિવસમાં બે વાર લસણની એક કળી કાચી ચાવીને ખાવ. જો આવુ ન કરી શકો તો દાળ શાકમાં લસણનો ઉપયોગ જરૂર કરો. લસણની ચટણી પણ શરીરને ગરમ રાખવા અને નાક ગળા સાથે જોડાયેલ પરેશાનીઓથી બચાવે છે. 
 
દૂધમાં આદુ ઉકાળીને પીવો -  શરદી થતા દૂધ પીવાની ના પાડવામાં આવે છે કારણ કે આવી સ્થિતિમાં દૂધ કફને વધારવાનુ કામ કરી શકે છે. પણ આદુ નાખીને પકવેલુ દૂધમાં હળદર મિક્સ કરીને પીવાથી શરદી અને ગળાની સમસ્યામાં તરત જ આરામ મળે છે.  તમે સવારે અને સાંજના સમયે તેનુ સેવન કરી શકો છો. 

 

સંબંધિત સમાચાર

Next Article