રોજ ખાશો 1 જામફળ... મળશે અનેક ફાયદા...

Webdunia
શનિવાર, 11 નવેમ્બર 2017 (13:56 IST)
સામાન્ય મળનારુ ફળ જામફળમાં પ્રોટીન વિટામિન અને ફાઈબર ભરપૂર હોય છે. જ્યારે કે કોલેસ્ટ્રોલ નહિવત.. આ પેટને જલ્દી ભરી દે છે જેનાથી તમને જલ્દી ભૂખ લાગતી નથી. શુગરની માત્રા ઓછી રહેવાથી આ ડાયાબિટીઝના દર્દી માટે લાભકારી છે. આ ઉપરાંત આ લીલુ અને ગળ્યુ ફળ આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓને દૂર રાખવામાં સક્ષમ છે. 
 
- વજન ઘટાડવામાં મદદરૂપ 
 
જામફળ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. તેમા કેલોરી ખૂબ ઓછી અને ફાઈબર ખૂબ વધુ હોય છે.  એક જામફળમાં 112 કેલોરી હોય છે. જેનાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી... અને ધીરે ધીરે વજન ઘટવુ શરૂ થઈ જાય છે. 
 
- પ્રતિરોધક ક્ષમતા મજબૂત 
 
વિટામિન સી શરીરમાં રોગો સામે લડવાની ક્ષમતાને મજબૂત બનાવે છે. પણ તમે કદાચ એ નહી જાણતા હોય કે સંતરા કરતા જામફળમાં ચાર ગણુ વધુ વિટામિન સી હોય છે.  તેનાથી ખાંસી તાવ જેવા નાના મોટા ઈંફેક્શનથી બચાવ થાય છે. 
 
- કેંસરથી બચાવ - 
 
જામફળમાં એંટીઓક્સીડેંટ લાઈકોપીન ભરપૂર માત્રામાં હોય છે. જે બોડીમાં કેંસર સૈલને વધતા રોકવાનુ કામ કરે છે. 
 
- આંખોની રોશની વધારે 
 
વિટામિન એ આંખોને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. જામફળમાં જોવા મળતા પોષક તત્વ મોતિયાબિંદ બનવાની શક્યતાને ઓછા કરે છે. તેને ખાવાથી નબળી આંખોની રોશની વધવા માંડે છે. 
 
-બ્લડ પ્રેશર કંટ્રોલ 
 
તેમા રહેલા ફાઈબર અને પોટેશિયમ બ્લડમાં કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવામાં મદદરૂપ છે.  જામફળ ખાવાથી દિલની ઘડકન અને બ્લડ પ્રેશર નિયમિત રહે છે 
 
- દાંત મજબૂત 
 
દાંત અને મસૂઢા માટે પણ જામફળ ખૂબ લાભકારી છે. મોઢાના ચાંદાને દૂર કરવામાં પણ જામફળના પાન ચાવવાથી રાહત મળે છે. જામફળનો રસ ઘા ને જલ્દી ભરવાનુ કામ કરે છે. 
 
- ડાયાબિટીસ કંટ્રોલ 
 
જામફ્ળમાં રહેલ ફાઈબર ડાયાબિટીઝ કંટ્રોલ કરવામાં પણ મદદરૂપ છે જે બોડીમાં શર્કરાની માત્રાને સંતુલિત રીતે અવશોષિત કરવાનુ કામ કર છે. તેમા લોહીમાં ખાંડની માત્રામાં જલ્દી ફેરફાર થતો નથી. 
 
- તનાવ  ઘટે 
 
મેગ્નેશિયમ તનાવના હાર્મોંસને કંટ્રોલ કરવાનુ પણ કામ કરે છે જે જામફળમાં ભરપૂર માત્રામાં હોય છે. દિવસ ભરના થાકને દૂર કરવા માંગો છો તો જામફળ ખાવ.  આનાથી માનસિક રૂપે થાક નહી લાગે. 
 
- એંટી એજિંગ ગુણોથી ભરપૂર 
 
એંટિ એજિંગ ગુણોથી ભરપૂર જામફળ સ્કિનના ડેમેજ સેલને રિપેયર કરી તેને હેલ્ધી રાખે છે. જેનાથી જલ્દી કરચલીઓ પડતી નથી. તેના પાનને વાટીને પેસ્ટ બનાવી પછી આંખો નીચે લગાવો. તેનાથી આંખોના સોજા અને કાળા કુંડાળા ઠીક થઈ જશે. 
 
- શ્વાસની દુર્ગંધ 
 
મોઢામાંથી દુર્ગંધ આવે છે તો જામફળના કોમળ પાનને ચાવો. 
 
- પેટ સંબંધી પરેશાનીઓ 
 
- જો તમે જામફળનુ સેવન સંચળ સાથે કરો છો તો તેનાથી પાચન સંબંધી પરેશાની દૂર થાય છે. 
-બાળકોના પેટમાં કીડા પડી ગયા છે તો તેમને જામફળ ખાવા માટે આપો. 
- કબજિયાતની સમસ્યા છે તો ખાલી પેટ પાકેલુ જામફળ ખવડાવો 
- પિત્તની સમસ્યામાં પણ જામફળ ખાવુ ખૂબ લાભકારી છે. 
 

સંબંધિત સમાચાર

Next Article