Helath tips - સફરજનના છાલ ઉતાર્યા વગર ખાવાથી ફાયદો

Webdunia
બુધવાર, 4 નવેમ્બર 2020 (16:18 IST)
વૈજ્ઞાનિકોનું માનવું છે કે દરરોજ એક સફરજન છાલ ઉતાર્યા વગર ખાતા રહેવાથી હાઇ બ્લડપ્રેશર તમારાથી માઇલો દૂર રહી શકે છે. કેનેડાના વૈજ્ઞાનિકોએ જાણ્યું કે સફરજનની છાલ અન્ય 'સુપરફૂડ': પૌષ્ટિક આહારની સરખામણીએ વધુ પ્રભાવી છે.
 
આ સુપરફૂડમાં 'ગ્રીન ટી' અને બ્લુબેરી સામેલ છે, જે એન્ટીઓક્સિડેન્ટ તથા રસાયણિક સંયોજનોના સ્રોત છે.
 
આ જીવનને જોખમમાં નાંખનારી બીમારીઓનો મુકાબલો કરે છે. સફરજનના બાહ્ય આવરણમાં હાઇ બ્લડપ્રેશર સામે મુકાબલો કરવા માટે જરૂરી રાસાયણિક તત્વોની છ ગણી માત્રા રહેલી હોય છે. અખબાર 'ટેલીગ્રાફ'માં પ્રકાશિત રિપોર્ટ અનુસાર લાંબા સમયથી સફરજનને 'એન્ટીઓક્સિડેન્ટ' અને 'ફ્લેવાનોઇડ્સ'નો પ્રાકૃતિક સ્રોત માનવામાં આવી રહ્યો છે. તે હૃદય માટે સારું ગણાય છે.
કેનેડાના નોવા સ્કોટિયાના સંશોધકોએ જણાવ્યું કે ખાતા પહેલા સફરજનની છાલ ઉતારવાનો અર્થ એ છે કે આમ કરીને તમે હૃદયને થનારા લાભથી વંચિત રાખો છો.

સંબંધિત સમાચાર

Next Article