Telecom New Rule: ટેલીકૉમ નિયમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. સરકારે ટેલીકોમ એક્ટમાં બધા રાજ્યો માટે નિયમો ઉમેરવામાં આવ્યા છે જેને બધાને ફોલો કરવા છે. રાઈટ ઑફ વે (ROW) હેઠણ દરેક રાજ્યને તેને લેવા જણાવ્યું હતું. આ સિવાય અલગ-અલગ રાજ્યોને ચાર્જમાં પણ છૂટ આપવામાં આવી હતી.
ETના અહેવાલ મુજબ નવો નિયમ 1 જાન્યુઆરીથી અમલી થવા જઈ રહ્યો છે.
આ સંદર્ભમાં DoT સેક્રેટરી નીરજ મિત્તલે કહ્યું કે, 'નવો નિયમ જાન્યુઆરી 2025થી લાગુ થવો જોઈએ. વર્તમાન RoW નિયમ અહીં રોકવો જોઈએ. એટલે કે હવે નવો નિયમ લાગુ થશે. નવો નિયમ આવ્યા બાદ રાજ્યોને વધુ સત્તા આપવામાં આવશે જેથી કરીને તેઓ પોતે જ આ મામલે ઓથોરિટીને સ્પષ્ટતા આપી શકે. 1 જાન્યુઆરી પછી ઘણા ફેરફારો જોવા મળી શકે છે.
ફોકસ 5G પર
RoW ના નવા નિયમો 5G પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ નિયમ ઝડપી નેટવર્ક માટે ખૂબ જ અસરકારક સાબિત થઈ શકે છે કારણ કે હાલમાં સમગ્ર દેશમાં 5G ટાવર લગાવવા પર ફોકસ કરવામાં આવી રહ્યું છે.