Dhadak 2 Release Date - બસ 2 મહિના અને આતુરતાનો અંત, આ દિવસે લડવ અને મરવા આવી રહી છે તૃપ્તિ ડિમરી અને સિદ્ધાંત ચતુર્વેદી

બુધવાર, 28 મે 2025 (16:53 IST)
dhadak 2
 
સિદ્ધાંત ચતુર્વેદી અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ધડક 2 નુ પહેલુ  પોસ્ટર મેકર્સે જાહેર કરી દીધુ છે. આ સાથે ફિલ્મની રજુઆત તારીખનુ પણ એલાન કરવામા આવ્યુ છે આનુ નિર્માણ કરણ જોહરના ધર્મા પ્રોડક્શને કર્યુ છે ફિલ્મને સીબીએફસી તરફથી  U/A સર્ટિકિકેટ મળી ગયુ છે.  આ 2018મા આવેલી ધડક ફિલ્મની સીકવલ છે. જેમા જાહ્નવી કપૂર અને ઈશાન ખટ્ટર હતા. જાહ્નવીએ આ ફિલ્મ દ્વારા બોલીવુડમા એંટ્રી કરી હતી.   

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Shazia Iqbal (@shaz.3.0) द्वारा साझा की गई पोस्ट

 
Karan Johar  ઇન્સ્ટાગ્રામ પર બે ફોટા શેર કર્યા છે. તેમણે કેપ્શનમાં લખ્યું છે કે, 'મરને ઔર લડને મે સે એક કો ચુનના પડે તો .... લડના" 'ધડક 2' 1 ઓગસ્ટ 2025 ના રોજ સિનેમાઘરોમાં આવી રહી છે.'
 
'ધડક' 7 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી
 
'ધડક' ફિલ્મ 7 વર્ષ પહેલા રિલીઝ થઈ હતી. તેનું દિગ્દર્શન શશાંક ખૈતાન દ્વારા કરવામાં આવ્યું હતું. તે મરાઠી ફિલ્મ 'સૈરાટ' ની રિમેક હતી. આ ફિલ્મમાં જાહ્નવી કપૂર સાથે ઇશાન ખટ્ટર હતા. આ ઉપરાંત આશુતોષ રાણા સહિત ઘણા સ્ટાર્સ જોવા મળ્યા હતા.તેમ 
 
શાજિયા ઈકબાલે કર્યુ છે ડાયરેક્શન શાજિયા ઈકબાલે કર્યુ છે. તેમને તેને રાહુલ બદવેલકર સાથે મળીને લખી છે. કાસ્ટમા તૃપ્તિ અને સિદ્ધાંત ઉપરાંત મંજરી પુપાલા સહિત અન્ય કલાકાર પણ જોવા મળશે. કેન્દ્રીય ફિલ્મ પ્રમાણન બોર્ડ એ સત્તાવાર રૂપે ધડક 2 સિનેમાઘરોમાં રજુ કરવાની મંજુરી આપી દીધી છે.  ત્યારબાદ જ મેકર્સે પોસ્ટર અને રજુઆત તારીખનુ એલાન કર્યુ. જાતિ અને સામાજિક ભેદભાવને પડદા પર બતાવનારી આ ફિલ્મને પહેલા નવેમ્બર 2024માં રઉ કરવાની હતી. જેને ટાળીને માર્ચ 2025 કરી દેવામાં આવી હતી.  
 
CBFC તરફથી મળ્યુ સર્ટિફિકેટ 
ધ હિન્દુ ની રિપોર્ટ મુજબ ધડક 2 ને હવે  CBFC से U/A સર્ટિક્રિકેટ મળી ગયુ છે. જો કે આ મંજુરી આ શરત પર મળીછે કે 16 ખાસ ફેરફાર કરવામાં આવશે. તેમાથી એક ફેરફારમાં એક ડાયલોગને ફરીથી લખવુ સામેલ છે, જેને શરૂઆતમાં રાજકીય સંદર્ભ તરીકે જોવામાં આવતું હતું.
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર