Share Market - આ અઠવાડિયા શેર બજારમાં તેજી રહેવાની આશા

Webdunia
સોમવાર, 27 મે 2019 (11:09 IST)
લોકસભા ચૂંટ્ણીમાં ભારતીય જનતા પાર્ટી(ભાજપા)ની ઐતિહાસિક જીત પછી આવનારા દિવસોમાં શેયર બજારમાં તેજી કાયમ રહેવાનુ અનુમાન છે. જો કે રોકાણકારોનુ ધ્યાન હવે નીતિગત સુધારો, કંપનીઓના નાણાકીય પરિણામો અને વૈશ્વિક સંકેતો પર પણ જઈ શકે છે.  યેસ સિક્યોરિટીઝના અધય્ક્ષ અને શોધ પ્રમુખ અમર અંબાણીએ કહ્યુ, શેર બજારને નિશ્ચિતતા પસંદ છે. ભાજપાને આ પ્રકારના જનાદેશ મળવાથી સરકારની સ્થિરત. પ્રશાસનમાં સ્થિરતા અને આગામી પાંચ વર્ષ સુધી વિકાસના એજંડાના ચાલુ રહેવો સુનિશ્ચિત કરે છે.  કોઈપણ પરિસ્થિતિમાં આવનારા દિવસોમાં બજાર સકારાત્મક બન્યુ રહેશે. ત્યારબાદ રોકાણકારુનુ ધ્યાન કંપનીઓના ત્રિમાસિક પરિણામો, તરલતાની સ્થિતિ અને વૈશ્વિક કારકો પર કેન્દ્રીત થશે.  સૈમકો સિક્યોરિટીઝ અને સ્ટૉકનોટના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી જિમીત મોદીએ કહ્યુ, ગયુ અઠવાડિયુ બજાર માટે ખૂબ જ થકાવનારુ રહ્યુ છે. હવે તેને નિશ્ચિત થોડો સમય સ્થિરતા જોઈએ.  ઉથલ-પુથલમાં હવે કમી આવશે અને તાર્કિકતા મજબૂત થશે. 
 
કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર 
 
આ અઠવાડિયે ભેલ, ગેલ, ઈંડિગો, પંજાબ નેશનલ બેંક અને સ્પાઈસજેટ સહિત કેટલાક અન્ય મુખ્ય કંપનીની ત્રિમાસિક પરિણામ સામે આવવાના છે. જેના પર પણ શેયર બજારની નજર રહેશે. વિશ્લેષકો મુજબ અમેરિકા અને ચીન વચ્ચે ચાલુ વેપાર વિવાદ રૂપિયા અને કાચા તેલમાં ઉતાર-ચઢાવ વિદેશી રોકાણકારો રોકાણ પ્રવૃત્તિ પણ વેપારને પ્રભાવિત કરશે. 

સંબંધિત સમાચાર

Next Article