Johnson&Johnson કંપની હવે પિતા બનનાર કર્મચારીને આપશે બે મહિનાની રજા

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2017 (12:48 IST)
જૉનસન એંડ જૉનસન ઈંડિયાએ બુધવરે પોતાના કર્મચારીઓ માટે પેટરનિટી લીવની જાહેરાત કરી છે. પેટરનિટી લીવ નીતિ હેઠ્ળ નવા પિતાઓ કે બાળકોને દત્તક લેનારા પિતાઓ માટે કંપનીએ આઠ અઠવાડિયાનો પિતૃત્વ અવકાશ આપવાની જાહેરાત કરી છે. 
 
આ નીતિ હેઠળ કંપની એવા પિતાઓના બાળકોના જન્મના પ્રથમ વર્ષ કે દત્તક લેનારા પહેલા વર્ષના દરમિયાન આઠ અઠવાડિયાઓ પિતૃત્વ અવકાશ આપશે.  આ માટે કર્મચારીઓને પેડ લીવ મતલબ પુરૂ વેતન આપવામાં આવશે. 
 
આ નિર્ણય પછી કંપનીએ જણાવ્યું છે કે કર્મચારીઓના જીવન અને કામમાં સારો તાલમેલ તેમની પહેલી પ્રાથમિકતા છે. કંપનીમાં રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડાયરેક્ટરના કહેવા પ્રમાણે, બાળકના જન્મ બાદ માતાને ખૂબ સાર સંભાળ અને પ્રેમની જરૂર હોય છે. એક પુરુષ પિતા તેની પત્નીને ઘણી રીતે મદદ કરી શકે છે. પતિ બાળકને નાહવા, કપડા બદલવામાં તેમજ મસાજ વગેરેમાં પત્નીને મદદ કરી શકે છે.
 
કંપનીનું કહેવું છે કે એક પતિના રીતે પુરુષ બાળકના જન્મની શરૂઆતમાં તણાવમાં રહેલી પત્નીના તણાવને ઓછો કરવામાં મદદ કરી શકે છે. આ પરિસ્થિતિના કારણે 8 અઠવાડિયાની રજા આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમને આશા છે કે અમારો કર્મચારી એક પિતા તરીકે પોતાની જવાબદારીઓને સારી રીતે નિભાવી શકશે.

સંબંધિત સમાચાર

Next Article