આજથી અમલમાં આવેલ નવા ભાવ બાદ ઘરેલુ સીલીન્ડર માટે ગ્રાહકે 560 ને બદલે હવે 633 રૂ. ચુકવવા પડશે. કિંમતમાં થયેલા વધારાને કારણે લીન્કઅપ બેંક ખાતામાં જમા થનાર રકમ પણ 78.99 થી વધીને હવે 145.71 રૂ. આવશે. 19 કિલોનો કમર્શીયલ બાટલો અત્યાર સુધી રૂ.1036માં મળતો હતો તેના હવે રૂ.1149.50 ચુકવવા પડશે. રાંધણગેસના ભાવમાં વધારાથી ભારે ઉહાપોહ મચી ગયો છે