હવે 30 મિનિટમાં પોર્ટ થઈ જશે મોબાઈલ નંબર, બસ એક OTPથી થઈ શે કામ, એ પણ દુકાન ગયા વગર

Webdunia
બુધવાર, 6 ઑક્ટોબર 2021 (17:28 IST)
ભારત સરકારે મોબાઈલ સિમ અને મોબાઈલ નંબરને લઈને ઘણી મોટી જાહેરાતો કરી છે. ઘણા જૂના નિયમોને બદલે નવા નિયમો લાવવામાં આવ્યા છે. નવા નિયમો ગ્રાહકોને સુવિધા આપશે અને ઘણાં કામ ઘરે બેસીને કરવામાં આવશે. હવે નવું મોબાઇલ કનેક્શન ઘરે બેઠા ઉપલબ્ધ થશે, તે પણ આધાર નંબર અને એક ઓટીપી દ્વારા. જો તમે મોબાઈલ નંબર પોર્ટ કરવા માંગો છો, તો આ કામ માત્ર અડધા કલાકમાં થઈ જશે.
 
નવા નિયમો અનુસાર, ગ્રાહક ઘરે બેઠા ઓનલાઇન સિમ માટે અરજી કરી શકશે. આ સિમ કાર્ડ ગ્રાહકને ઘરે પહોંચાડવામાં આવશે. આ માટે ડિજીલોકરનો ઉપયોગ કરવામાં આવશે. ધારો કે જો કોઈ ગ્રાહકે પોતાનું આધાર કાર્ડ ડિજીલોકરમાં રાખ્યું હોય, તો ત્યાંથી સીધું વેરિફિકેશન કર્યા બાદ તેને નવું મોબાઈલ સિમ કનેક્શન મળશે.  ગ્રાહકને આ કામ માટે  મોબાઈલ શોપ અથવા ટેલિકોમ ઓપરેટરના સ્ટોર પર જવાની જરૂર રહેશે નહીં. 15 સપ્ટેમ્બરના રોજ કેન્દ્રીય કેબિનેટમાં આ અંગે જાહેરાત કરી હતી.
 
આ કાયદામાં થયો ફેરફાર 
 
આધાર દ્વારા ઈ-કેવાયસી કરાવવા માટે ગ્રાહકે માત્ર 1 રૂપિયા ખર્ચ કરવો પડશે. આ આધાર વેરિફિકેશનના આધારે ગ્રાહકને નવી સિમ મળશે. સરકારે અગાઉ ઈન્ડિયન ટેલિગ્રાફ એક્ટ, 1885 માં સુધારો કરીને જુલાઈ 2019માં આધાર ઈ-કેવાયસીને મંજૂરી આપી હતી જેથી લોકોને સરળતાથી નવું મોબાઈલ કનેક્શન મળી શકે. આધાર પરથી ઈ-કેવાયસી(e-KYC)નો નવો નિયમ પણ ચાલશે અને તેની સાથે મોબાઈલ કનેક્શન આપવાનો જૂનો નિયમ પણ ચાલુ રહેશે. સ્થાનિક અથવા અન્ય કોઈપણ રાજ્યના ગ્રાહકો આ બંને નિયમોમાંથી મોબાઇલ સિમ લઇ શકશે.
 
ઈ-કેવાઈસીની શરત 
જો કે મોબાઈલ કનક્શન માટે આધાર દ્વારા ઈ-કેવાઈસીનો નિયમ એક દિવસમાં ફકત એક કનેક્શન માટે લાગૂ છે એટલે કે જો કોઈ વ્યક્તિ પોતાના આધાર દ્વારા ઓનલાઈન વેરિફિકેશન કરી મોબાઈલ સઇમ માટે ઓર્ડર કરે છે તો એક દિવસમાં એક જ નંબર મળી શકશે. એવું નહીં બને કે એક દિવસમાં વ્યક્તિ તેના આધાર પરથી અનેક સિમ કાર્ડ ઓનલાઈન લઈ શકશે કે વહેંચી શકશે.  આ માટે ગ્રાહકે એપ કે વેબસાઇટની મદદ લેવી પડશે અને તેમાં તેના પરિવારના કોઇપણ સભ્ય અથવા સંબંધીનો મોબાઇલ નંબર દાખલ કરવો પડશે. ફોન નંબરનુ વેરીફિકેશન ઓટીપી  દ્વારા કરવામાં આવશે.
 
અડધો કલાકમાં સિમ પોર્ટ 
 
એ જ રીતે મોબાઈલ નંબર પોર્ટ કરવા માટે પણ ખાસ નિયમ બનાવવામાં આવ્યો છે. જો કોઈ ગ્રાહક પ્રીપેડથી પોસ્ટ પેઈડ અથવા પોસ્ટ પેઈડથી પ્રિપેઈડ પર જવા ઈચ્છે છે, તો આ કામ ઓટીપીથી થશે. પોર્ટલની એપ અથવા ઓનલાઈન સેવા દ્વારા પોર્ટિંગ કરવામાં આવશે. આ માટે ગ્રાહકે ક્યાંય જવાની જરૂર નહીં પડે અને ઓનલાઇન કામ ઘર કે ઓફિસમાં બેસીને કરવામાં આવશે. મોબાઇલ કનેક્શન માટેના દસ્તાવેજોનુ વેરિફિકેશન ઇલેક્ટ્રોનિક હશે અને આ માટે યુઆઈડીએઆઈ (AADHAAR) અથવા ડિજીલોકરની મદદ લેવામાં આવશે. પોર્ટિંગ દરમિયાન મોબાઇલ સર્વિસમાં વિક્ષેપ આવી શકે છે, પરંતુ આ કામ અડધા કલાકમાં પૂર્ણ થશે. 90 દિવસ બાદ ગ્રાહક ઇચ્છે તો ફરી સિમ પ્રોવાઇડર કંપની બદલી શકે છે. જોકે, મોબાઈલ પોર્ટ પર ઓટીપી નો નિયમ જમ્મુ અને કાશ્મીર માટે અત્યારે લાગુ નથી.
 
ઓટીપી વેરિફિકેશન દ્વારા કામ 
 
હાલમાં મોબાઇલ પોર્ટ કરાવવા માટે, ગ્રાહકે કેવાયસી પ્રક્રિયા પૂર્ણ કરવાની હોય છે અને આ માટે કોઈ મોબાઇલ શોપ પર જવું પડે છે. . ગ્રાહકે ઓળખ અને સરનામાના પુરાવા માટે ઓરિજિનલ ડોક્યુમેંટ લઈને જવુ પડે છે.  હવે આ કામ ઘરેબેઠા જ થઈ જશે અને તે પણ આધાર વેરિફિકેશન અને ઓટીપી મેળવ્યા બાદ સરળતાથી પૂર્ણ થશે. ઓટીપી વેરિફિકેશન આજના યુગમાં સૌથી અસરકારક સાધન તરીકે ઉભરી આવ્યું છે, જેના કારણે ઘણા ઓનલાઇન કાર્યો મિનિટ અને સેકન્ડમાં થાય છે. તેને જોતા મોબાઈલ સિમની ડિલિવરી માટે નવા કનેક્શન આપવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ માટે, આધાર નંબર આપવો જરૂરી રહેશે અને આધારમાં દાખલ કરવામાં આવેલી માહિતીના આધારે વેરિફિકેશન થઈ જશે. 

સંબંધિત સમાચાર

Next Article