દિલ્હીમાં તેની કિંમત 769 રૂપિયા છે. ડિસેમ્બર 2020 માં પણ, દિલ્હીમાં એલપીજી સિલિન્ડરની કિંમત 50 રૂપિયા વધી હતી. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પણ વધારો થઈ રહ્યો છે.
વધતા ભાવો પર સરકારનું કહેવું છે કે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસના વધતા ભાવને કારણે ભારતમાં પણ તેની કિંમતમાં વધારો થઈ રહ્યો છે.
આ દલીલ પર સરકારના વિરોધીઓનું કહેવું છે કે પેટ્રોલ અને ડીઝલ પર ભારે કેન્દ્રીય અને રાજ્ય વેરાને કારણે ભાવમાં વધારો થઈ રહ્યો છે.