જામનગર ITI માં બ્રાસપાર્ટ ઉદ્યોગનો અભ્યાસ કરાવાશે; ITIમાં સ્થાનિક ઉદ્યોગોને લગતા કોર્સ ભણાવાશે

Webdunia
બુધવાર, 18 મે 2022 (10:11 IST)
5 સ્થળોએ ઉદ્યોગોને લગતા વિવિધ કોર્સ શરૂ
રાજ્યની આ પાંચ આઇટીઆઇમાં જામનગર,પાલનપુર, બીલીમોરા, અંકલેશ્વર અને માળીયામીયાણાનો સમાવેશ થાય છે. આ પાંચેય સ્થળોએ સ્થાનિક ઉદ્યોગોને લગતા વિવિધ કોર્સ શરૂ કરવા માટે સરકાર તબક્કાવાર રૂા. 5 કરોડની ફાળવણી કરશે.
 
ઓક્ટોબર મહિનાથી કોર્સની શરુઆત
​​​​​​​આ મુદ્દે જામનગર આઇટીઆઇના પ્રિન્સિપાલ એમ.એમ બોચિયાએ જણાવ્યું હતું કે, મેન્યુફેક્ચરિંગ ગ્રુપ માટે વિવિધ બ્રાસપાર્ટ કંપનીઓના પ્રતિનિધિઓ મળીને કોર્સ ડિઝાઇન કરવામાં આવ્યા છે. જે માટે જરૂરી સાધનસામગ્રી અને મશીનને લઈને ઓક્ટોબર મહિનાથી કોર્સ કાર્યરત કરવામાં આવશે.
 
⇒ ક્યાં શહેરમાં ક્યાં કોર્સ શરૂ થશે ?
જામનગરમાં બ્રાસપાર્ટની તાલીમ
 
પોસ્ટ ડિપ્લોમા ઇન ક્વોલિટી ઇન્સ્યોરન્સ & ઇન્સ્પેક્શન: 1 વર્ષ: ડિપ્લોમા, ડિગ્રી કોઈપણ એન્જિનિયરિંગમાં
ડિપ્લોમા વેલ્ડીંગ: 2વર્ષ: ડિપ્લોમા ઇન મિકેનિકલ, અન્ય કોઈપણ એન્જિનિયરિંગ ફિલ્ડ
સર્ટિ. કોર્સ ઇન CNC બ્રાસપાર્ટ મશીન: 6 માસ: 10 પાસ/ITI
બીલીમોરામાં ટેકસ ટાઇલ્સ કોર્સ
 
ડિપ્લોમા ઇન્ડસ્ટ્રીયલ યુટીલીટી એન્ડ ઓટોમેશન: 1 વર્ષ: 12 પાસ, આઈટીઆઈ, ધો.12 પાસ સમકક્ષ
ડિપ્લોમા ઇન પ્રોસેસ પ્લાન્ટ ટેકનીકલ: 1 વર્ષ: 12 પાસ, આઈટીઆઈ, ધો.12 પાસ સમકક્ષ
માળીયા મીયાણામાં સિરામિક કોર્સ
 
ડિપ્લોમા ઈન એક્ઝિમ સુપરવાઇઝર: 1 વર્ષ : NSQF લેવલ ફોર સર્ટીફીકેટ કોર્સ, અથવા એક વર્ષ અભ્યાસ.
ડિપ્લોમા ઇન સીરામીક પ્રોડક્શન મેનેજમેન્ટ: 2 વર્ષ: NSQF લેવલ 5, 10+ 2 અથવા કોઈપણ ટ્રેડમાં ITI
પાલનપુરમાં ગ્રીન એનર્જી કોર્સ
 
સર્ટીફીકેટ કોર્સ ઇન સોલાર પાવર, ઇન્સ્ટોલેશન ઓપરેશન એન્ડ મેન્ટેનન્સ: 6 મહિના: 10 +2 આઇટીઆઇ(ઇટી, ઇટીએન, વાઈરમેન, આઇએમ)
પોસ્ટ ગ્રેજ્યુએશન સોલાર એનર્જી એન્ડ મેનેજમેન્ટ: 1 વર્ષ: બી.ઈ /બીબીએ /બીકોમ/બીએસસી
અંકલેશ્વરમાં કેમિકલ કોર્સ
 
બીએસસી જનરલ કેમિકલ ટેકનોલોજી: 3 વર્ષ: 10+2/આઈટીઆઈ પાસ
 
 
 
 
 
 
 
Meeting 
 
14 વર્ષે ન્યાય મળ્યો: ખોટું બ્લડ ચઢાવવાથી મહિલાનું મોત થયું, અમદાવાદની ખાનગી હોસ્પિ.ની ભૂલ માની કન્ઝ્યુમર કોર્ટનો 5 લાખ વળતર ચૂકવવા આદેશ 
 
લગ્ન માટે સંબંધની હત્યા: દાદી વારંવાર છોકરીઓને રિજેક્ટ કરી દેતાં હતાં, રોષે ભરાયેલા પૌત્રએ ડંડાથી ઢોરમાર મારીને પતાવી દીધાં 
 
એક ઉંદર હોસ્પિટલ કે અંદર: ઉંદરે દર્દીની આંખ કોતરી ખાધી અને ગંભીર ઈજા પહોંચાડી, સ્ટાફે કહ્યું- ખાવા-પીવાનું હોય ત્યાં ઉંદર આવી જ જાય
 
story on inflation, it’s 15.1% and 9 years high
 

સંબંધિત સમાચાર

Next Article