આ બેંકે શરૂ કરી ‘એક્સપ્રેસ કાર લૉન’સર્વિસ, 30-મિનિટમાં મળી જશે લોન
બુધવાર, 18 મે 2022 (00:21 IST)
ફૂડ ઓર્ડર કરશો એટલીવારમાં મળી છે કાર લોન, આ બેંકે શરૂ કરી એક્સપ્રેસ કાર લૉનસર્વિસ
ભારતની સૌથી મોટી ખાનગી ક્ષેત્રની બેંક એચડીએફસી બેંકે એક્સપ્રેસ કાર લૉન લૉન્ચ કરી છે, જે બેંકના વર્તમાન ગ્રાહકો તેમજ જેઓ ગ્રાહકો નથી તેમના માટે નવી એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ કાર લૉનની સુવિધા છે. આ સુવિધા પૂરી પાડવા માટે બેંકે તેની અગ્રણી એપ્લિકેશનને દેશના ઑટોમોબાઇલ ડીલરો સાથે એકીકૃત કરી દીધી છે. ઇન્ડસ્ટ્રીની આ સૌપ્રથમ સુવિધા, દેશમાં જે પ્રકારે કાર માટે ધિરાણ આપવામાં આવે છે, તેમાં ક્રાંતિ લાવી દેશે.
એચડીએફસી બેંકે કાર ખરીદનારાઓ માટે વધુ વ્યાપક, ઝડપી, વધુ સુવિધાજનક અને સમાવેશી ડિજિટલ જર્નીની રચના કરી છે, જે અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર દેશમાં કાર ખરીદવાની પ્રક્રિયાને સરળ બનાવવામાં અને કારના વેચાણને આગળ વધારવામાં મદદરૂપ થશે.
એચડીએફસી બેંકના રીટેઇલ એસેટ્સના કન્ટ્રી હેડ અરવિંદ કપિલે જણાવ્યું હતું કે, એચડીએફસી બેંક ડિજિટલ નવીનીકરણમાં હંમેશા અગ્રેસર રહી છે. હવે અમે અમારા વર્તમાન તેમજ નવા ગ્રાહકો માટે એન્ડ-ટુ-એન્ડ ડિજિટલ કાર લૉન સોલ્યુશનને લૉન્ચ કરીને એક ડગલું આગળ વધી રહ્યાં છીએ. એચડીએફસી બેંકની એક્સપ્રેસ કાર લૉન એ ઑટોમોટિવ ધિરાણ માટેની ઉદ્યોગજગતની એક સીમાચિહ્નરૂપ યાત્રા બની રહેશે. તે અમારી તમામ શાખાઓ, ડીલરશિપ ખાતે અને આખરે થર્ડ-પાર્ટી એગ્રીગેટર પ્લેટફૉર્મ્સ પર ઉપલબ્ધ થશે.
તેમણે આગળ ઉમેર્યું હતું કે, દેશમાં ઑટોમોટિવ ઇકોસિસ્ટમ વિકાસ પામી હોવા છતાં ગ્રાહકોના અનુભવને બદલીને તેમને મૂલ્યવર્ધિત સેવાઓ પૂરી પાડવાની હજુ નોંધપાત્ર તક રહેલી છે - ખાસ કરીને ભારતના અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં. એચડીએફસી બેંક ખાતે અમે હંમેશા ડિજિટલને પ્રાથમિકતા આપીએ છીએ અને અમારું દ્રઢપણે માનવું છે કે, તે અમારા પ્રગતિના માર્ગને વૃદ્ધિશીલથી ઘાતાંકીય વૃદ્ધિમાં ફેરવી નાંખશે.
એચડીએફસી બેંકનું માનવું છે કે, શરૂઆતમાં 20 ટકાથી 30 ટકા ગ્રાહકો (20 લાખ સુધીની લૉન માટે) આ સુવિધા મેળવશે. આ સુવિધા હાલમાં ફૉર વ્હિલર્સ માટે પૂરી પાડવામાં આવે છે અને ધીમે-ધીમે ટુ-વ્હિલર લૉન માટે પણ પૂરી પાડવામાં આવશે.
પ્રતિ વર્ષ વેચાણ માટેના 3.5 કરોડ નવા વાહનોની સાથે આગામી 5-7 વર્ષમાં ભારતની ઑટોમોટિવ ઇન્ડસ્ટ્રી વિશ્વની ત્રીજી સૌથી મોટી ઑટોમોટિવ ઇન્ડસ્ટ્રી બની જશે. તેના પરિણામે આગામી એક દાયકામાં અંદાજે 35 કરોડથી વધારે ફૉર-વ્હિલરો અને 25 કરોડથી વધારે ટુ-વ્હિલરો રોડ પર દોડતા હશે.
એચડીએફસી બેંક સતત નવીનીકરણ કરી રહી છે અને રીટેઇલ ધિરાણના ક્ષેત્રમાં તેણે આ ઉદ્યોગની ઘણી પહેલ કરેલી છે, જેમ કે, 10 સેકન્ડમાં પર્સનલ લૉન અને સિક્યુરિટીઝ/મ્યુચ્યુઅલ ફંડ્સની સામે ડિજિટલ લૉન વગેરે.