છોકરીઓ તો તેમની ત્વચાને નિખારવા માટે ઘણી બધી વસ્તુઓ અને ઘરેલૂ ઉપાયનો ઉપયોગ કરે છે. પણ ઘણી વાર પુરૂષ તેમની ત્વચાને વધારે રખ-રખાવ નહી કરે છે. જ્યારે પુરૂષોની ત્વચાને દેખરેખની જરૂર
હોય છે. જો તમે બજારના મોંઘા પ્રોડક્ટસના પાછળ પૈસા બરબાદ કરવા ઈચ્છો છો તો આ ઘરેલૂ ઉપાયથી ચમકતી ત્વચા સરળતાથી મળી જશે.
મુલ્તાની માટી
તમને તમારા ઘરમાં પણ ત્વચાને નિખારવા માટે મુલ્તાની માટીનો ઉપયોગ કરતા ઘણી વાર જોયું હશે. આમ પણ વધારેપણું મહિલાઓ તેનો ઉપયોગ કરે છે ઓઅણ પુરૂષ પણ ચેહરાની રંગત નિખારવા માટે તેનો
ઉપયોગ કરી શકે છે. તેના માટે ગુલાબજળ અને ચંદન પાઉડરની સાથે મુલ્તાની માટીને ચેહરા પર લગાવી લો. આ પેકના સૂક્યા પછી ચેહરાને હૂંફાણા પાણીથી ધોઈ લો.
લીંબૂ અને ટમેટા
જો ધૂળ અને તડકાના કારણે તમારી ત્વચા ટેન થઈ ગઈ છે તો ઠીક કરવા માટે એક પાકેલું ટમેટા લો. ત્યારબાદ તેને વાટીને તેનો લેપ બનાવીને તેમાં એક ચમચીએ લીંબૂનો રસ સારી રીતે મિક્સ કરો. હવે આ પેકને ચેહરા પર 20 મિનિટ સુધી લગાવીને મૂકી દો. 15 દિવસ સુધી સતત આવું કરતા રહો અને તમને અંતર નજર આવશે.