ભાજપે ચાલુ ધારાસભ્યની ટિકીટ કાપી રિવાબાને આપી ટિકીટ, શું રવિન્દ્ર જાડેજા પણ ચૂંટણી પ્રચાર કરશે?

હેતલ કર્નલ
ગુરુવાર, 10 નવેમ્બર 2022 (12:21 IST)
ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે ગુરુવારે તેની પ્રથમ યાદી બહાર પાડી છે. ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉમેદવારોની જાહેરાત કરી છે. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબાને પણ ટિકિટ આપવામાં આવી છે. તે ભાજપની ટિકિટ પર જામનગર (ઉત્તર)થી ચૂંટણી લડશે. ખાસ વાત એ છે કે આ બેઠક પર ભાજપે વર્તમાન ધારાસભ્યની ટિકિટ કાપીને રિબિવા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે.
 
ભાજપના વર્તમાન ધારાસભ્ય
આ બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય ભાજપના ધર્મેન્દ્રસિંહ જાડેજા છે, જેમણે 2017ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને 40 હજારથી વધુ મતોથી હરાવ્યા હતા. આ વખતે ભાજપે ધર્મેન્દ્ર સિંહને બદલે રિવાબા પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. ગુજરાતના વર્તમાન સીએમ ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા બેઠક પરથી ટિકિટ મળી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ વિધાનસભાની ચૂંટણી નહીં લડવાનો નિર્ણય લીધો છે. જણાવી દઈએ કે ગુજરાત ચૂંટણી-2022ના પરિણામો હિમાચલ પ્રદેશ ચૂંટણી પરિણામોની સાથે 8 ડિસેમ્બરે જાહેર કરવામાં આવશે.
 
1995 પછી ભાજપ ક્યારેય હાર્યું નથી
ગુજરાતમાં પોતાનો કિલ્લો જાળવી રાખવા માટે ભાજપ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કરિશ્મા પર ઘણો આધાર રાખી રહી છે. ખાસ વાત એ છે કે ગુજરાતમાં 1995થી અત્યાર સુધીની તમામ વિધાનસભા ચૂંટણીમાં ભાજપે જીત મેળવી છે. 1995 પહેલા ગુજરાત કોંગ્રેસનો ગઢ કહેવાતું હતું.
 
શું રવિન્દ્ર જાડેજા પણ ચૂંટણી પ્રચાર કરશે?
માનવામાં આવી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજા તેમની પત્નીના ચૂંટણી પ્રચારમાં પણ યોગદાન આપી શકે છે. હાલમાં તે ઈજાના કારણે ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો છે. 33 વર્ષીય ઓલરાઉન્ડરે એશિયા કપમાં ભાગ લીધો હતો. તે ઓગસ્ટ-2022થી ભારતીય ટીમની બહાર છે. તેની ટી-20 વર્લ્ડ કપ માટે પસંદગી થવાની હતી પરંતુ તે છેલ્લી ઘડીએ ઈજાગ્રસ્ત થઈ ગયો હતો.

સંબંધિત સમાચાર

Next Article