Ganesh chaturthi 2023- ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.
માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને સિંહ રાશિમાં સોમવારે મધ્યાહન કાળ દરમિયાન થયો હતો. તેથી જ આને મુખ્ય ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી તરીકે ગણવામાં આવે છે. તેને કલંક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક પ્રદેશોમાં લોકો તેને દંડ ચોથ તરીકે પણ ઓળખે છે.