Ganesh Chaturthi 2023 : ક્યારથી શરૂ થશે ગણેશ ઉત્સવ ? જાણો સાચી તિથિ પૂજા મુહુર્ત અને પૂજા વિધિ

Webdunia
મંગળવાર, 12 સપ્ટેમ્બર 2023 (12:58 IST)
Ganesh Chaturthi 2023 Date:   ભગવાન ગણેશ સંપત્તિ, વિજ્ઞાન, જ્ઞાન અને સમૃદ્ધિના દેવ છે. તમામ નવી શરૂઆત ભગવાન ગણેશની પૂજાથી થાય છે કારણ કે તે વિઘ્નહર્તા તરીકે ઓળખાય છે. ભગવાન ગણેશને એકદંત, ગજાનન, સિદ્ધિ વિનાયક, ધમ્રકેતુ જેવા અન્ય નામોથી પણ ઓળખવામાં આવે છે. જાણો આ વર્ષે ગણેશ ચતુર્થી શુભ મુહૂર્ત
 
ગણેશ સ્થાપનાની તારીખને લઈને પણ લોકોમાં કન્ફ્યુજન છે. કેટલાક  લોકો કેલેન્ડર મુજબ 18 સપ્ટેમ્બર સોમવારે અને અન્ય પંચાગ મુજબ 19 સપ્ટેમ્બર મંગળવારના દિવસે ગણેશ સ્થાપના કરવામાં આવશે. આવો જાણીએ શુ છે સાચી તારીખ અને સમય.  
 
ગણેશ ચતુર્થી તિથિ શરૂ - 18 સપ્ટેમ્બર બપોરે 12 વાગીને 39 મિનિટ પર શરૂ થશે.
ગણેશ ચતુર્થી સમાપ્ત થશે - 19 સપ્ટેમ્બર બપોરે 01 વાગીને 43 મિનિટ પર સમાપ્ત થશે
 
પંચાગ ભેદ મુજબ ચતુર્થી તિથિની શરૂઆત અને સમાપનમાં કેટલાક મિનિટની વધઘટ રહે છે. તેથી પંચાગ મુજબ 18 સપ્ટેમ્બરના રોજ ગણેશ સ્થાપના કરવામાં આવી રહી છે. પણ કેટલાક જ્યોતિષની સલાહ છે કે ઉદયાતિથિ મુજબ 19 સપ્ટેમ્બર મંગળવારની સવારે શુભ મુહૂર્તમાં ગણેશ સ્થાપના કરવી જોઈએ. 
 
ગણેશ સ્થાપનાનુ શુભ મુહૂર્ત - 
- ગણેશ સ્થાપના તહેવારના મધ્યાહ્ન સમયે વર્તમા ચતુર્થી લેવામાં આવે છે. 
-  આ દિવસે રવિવાર કે મંગળવાર હોય તો આ મહા-ચતુર્થી થઈ જાય છે. 
-  મઘ્યાહ્નનો સમય 18 અને 19 સપ્ટેમ્બર 2023 બંને જ દિવસે રહેશે. 
 
મોટાભાગન આ વિદ્વાનો મુજબ ગણેશ સ્થાપના 19 સપ્ટેમ્બર 2023ના રોજ ઉદયાતિથિ મુજબ કરવી જોઈએ. 19 સપ્ટેમ્બરના રોજ ગણેશ સ્થાપના અને પૂજન માટે મઘ્યાહ્ન મુહૂર્ત - સવારે 11.01 થી બપોરે 01:28 સુઘીનુ છે.   
 
ગણેશ વિસર્જન - 19 સપ્ટેમ્બર 2023 જો ગણેશ સ્થાપના થશે તો પછી ગણેશ વિસર્જન 28 સપ્ટેમ્બર 2023 ના રોજ ગુરૂવારે થશે. 
 
ગણેશ ચતુર્થી પર બની રહ્યા છે શુભ યોગ 
 
1. હિન્દી પંચાગ મુજબ 19 સપ્ટેમ્બર 2023ના રોજ મંગળવારે સ્વાતિ નક્ષત્ર 19 સપ્ટેમ્બરના રોજ સવારથી લઈને બપોરે 1 વાગીને 48 મિનિટ સુધી રહેશે. 
 
2. ત્યારબાદ વિશાખા નક્ષત્ર શરૂ થશે જે રાત સુધી રહેશે. આ બંને નક્ષત્રોને ખૂબ જ શુભ માનવામાં આવે છે. 
3. ઉલ્લેખનીય છે કે સ્વાતિ નક્ષત્ર થવાથી ધ્વજા અને ત્યારબાદ વિશાખા નક્ષત્ર હોવાથી શ્રીવત્સ નામના 2 શુભ યોગ બનશે. આ સાથે જ આ દિવસ વૈઘૃતિ યોગ પણ રહેશે. 
 
ગણેશ ચતુર્થી પૂજા વિધિ 
 
- ગણેશ ચતુર્થીના દિવસે સવારે સ્નાન આદિથી પરવારીને ઘરના મંદિરમાં દિવો પ્રગટાવો. 
- હવે વ્રતનો સંકલ્પ લો. 
- આ દિવસે શુભ મુહૂર્તમાં ભગવાન ગણેશની મૂર્તિની સ્થાપના કરો 
- ભક્તોએ પોતાની ઈચ્છા મુજબ ગણપતિની મૂર્તિની સ્થાપના કરવી જોઈએ. 
- આ પછી ગંગાજળથી મૂર્તિનો અભિષેક કરો. 
- હવે ભગવાન ગણેશને ફૂલ અને દુર્વા અર્પણ કરો. 
- ભગવાન ગણેશને દુર્વા ઘાસ ખૂબ પ્રિય છે.
- એવું માનવામાં આવે છે કે દુર્વા ચઢાવવાથી ભગવાન ગણેશ પ્રસન્ન થાય છે અને ભક્તોની તમામ પરેશાનીઓ દૂર કરે છે. 
- ભગવાન ગણેશની પૂજા દરમિયાન તેમને સિંદૂર લગાવો અને તેમના મનપસંદ ભોગ મોદક અથવા લાડુ ચઢાવો.
-  પૂજાના અંતે, આરતી કરીને ભગવાન ગણેશની પૂજા કરો અને તેમની ક્ષમા માટે પ્રાર્થના કરો. અંતમાં પ્રસાદ વહેંચો.
 
ગણેશ ચતુર્થી પૂજા સામગ્રીની લિસ્ટ 
 
ભગવાન ગણેશની પ્રતિમા
લાલ કાપડ, દોરો
દુર્વા, કળશ
નાળિયેર, કંકુ
પંચામૃત, લાલ નાડાછડી 
પંચમેવા, ગંગાજળ

સંબંધિત સમાચાર

Next Article