Diwali 2024, Lakshmi Ganesh Puja: હિન્દુ ધર્મમાં દિવાળીનો તહેઆર ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય છે. આ દિવસે માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની મૂર્તિ સ્થાપિત કરી પૂજા અર્ચના કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે દિવાળી તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી શરૂ થાય છે અને ભાઈબીજ સાથે પુરી થાય છે. આ પાંચ દિવસોમાં માતા લક્ષ્મી પોતાના ભક્તોના ઘરે વાસ કરે છે અને તેમની પ્રાર્થના સાંભળે છે. પૌરાણિક કથામાં આ વાતનો ઉલ્લેખ પણ છે કે દિવાળીના દિવસે જ માતા લક્ષ્મીનો જન્મ થયો હતો. તેથી આ દિવસે તેમની પૂજા કરવાથી વિશેષ ફળ મળે છે. પણ તેની સાથે ભગવાન ગણેશની પૂજા કેમ થાય છે આવો જાણીએ આ પાછળનુ કારણ.
શા માટે કરવામાં આવે છે માતા લક્ષ્મીની સાથે ગણેશજીની પૂજા (Diwali 2024 Lakshmi-Ganesh Puja)
હિન્દુ ધર્મમાં ભગવાન શ્રી ગણેશને પ્રથમ દેવતાના રૂપમાં પૂજવામાં આવે છે. તેથી કોઈપણ માંગલિક કાર્ય શરૂ કરતા પહેલા ભગવાન ગણેશજેની પૂજા અનિવાર્ય હોય છે. માન્યતા છે કે આવુ કરવાથી બધા કાર્ય સફળ થાય છે અને તેનુ સકારાત્મક ફળ વ્યક્તિને પ્રાપ્ત થાય છે. શાસ્ત્રોમાં એ પણ બતાવ્યુ છે કે દિવાળીના દિવસે લક્ષ્મી પૂજનના સમયે વિષ્ણુજી જ નહી પણ ગણેશજીની પૂજા જરૂર થવી જોઈએ.
પૌરાણિક કથાઓ મુજબ માતા લક્ષ્મીએ ભગવાન વિષ્ણુ સ્સાથે એક ચર્ચા કરતી વખતે એ કહ્યુ હતુ કે હુ ધન ધાન્ય, એશ્વર્ય બધી વસ્તુઓનુ વરદાન આપુ છુ. મારી કૃપાથી જ બધા ભક્તોને સુખની પ્રાપ્તિ થાય છે. આવામા મારી પૂજા સર્વ શ્રેષ્ઠ હોવી જોઈએ. ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીના આ અહંકારને જાણી લીધુ અને તેને તોડવાનો નિર્ણય કર્યો. ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યુ કે તમે ભલે સુખ, સમૃદ્ધિ પ્રદાન કરો છો પણ કોઈપણ સ્ત્રીને માતૃત્વનુ સુખ ન મળવાથી તેનુ નારીત્વ અપૂર્ણ રહી જાય છે. તેથી તમારી પૂજા સર્વશ્રેષ્ઠ માની શકાતી નથી.
આ વાત સાંભળીને માતા લક્ષ્મી ખૂબ નિરાસ થયા અને માતા પાર્વતી પાસે પોતાની વ્યથા સંભળાવવા પહોચ્યા. માતા લક્ષ્મીની પીડા જોઈને માતા પાર્વતીએ પોતાના પુત્ર ગણેશને તેમને દત્તક પુત્રના રૂપમાં સોંપી દીધો. આ વાતથી પ્રસન્ન થઈને માતાએ આ જાહેરાત કરી કે જાતકોએ લક્ષ્મે સાથે ગણેશજીની ઉપાસન કરવાથી જ ધન એશ્વર્યની પ્રાપ્તિ થશે. ત્યારથી જ દિવાળી પર માતા લક્ષ્મીની સાથે ગણેશજીની પૂજા કરવામાં આવે છે.