ઈન્દોરની બે શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી, NDPS અને IPS ને તમિલનાડુથી આવ્યો ઈમેલ, શાળાની બિલ્ડિંગ ખાલી કરાવી

Webdunia
મંગળવાર, 4 ફેબ્રુઆરી 2025 (13:23 IST)
ઈન્દોરમાં બે શાળાઓને બોમ્બથી ઉડાવવાની ધમકી મળી છે. ત્યારબાદ બંને શાળામાં બાળકોને રજા આપીને બિલ્ડિંગ ખાલી કરાવી છે.  પબ્લિક સ્કુલને બોમ્બથી ઉડાવવાની ધમકી મળ્યા બાદ હડકંપ મચી ગયો છે. આ ધમકી મેલ દ્વારા શાળા વહીવટી તંત્રને મોકલવામાં આવી હતી.  ધમકી પછી શાળા વહીવટીતંત્રે બાળકોને શાળામાંથી ઘરે મોકલી દીધા.  ધમકી રાજેન્દ્ર નગર પોલીસ મથક ક્ષેત્રની ઈન્દોર પબ્લિક સ્કુલને મળી છે. ત્યારબાદ પોલીસ ઘટનાસ્થળ પર પહોચી ગઈ અને તપાસ શરૂ કરી દીધી. 
 
ક્રાઈમ ડીસીપી રાજેશ દંડોતિયાએ જણાવ્યુ કે ધમકી મળી છે. પોલીસને તપાસમાં લગાવી છે. તેમા ક્રાઈમ બ્રાંચ પણ તપાસ કરી રહી છે.  
પરિજનોમાં ભયનુ વાતાવરણ - ધમકી પછી શાળામાં અભ્યાસ કરનારા બાળકો અને તેમના પરિજનો વચ્ચે ભયનો માહોલ છે.  પોલીસે ઘટના પછી તપાસ શરૂ કરી છે. અનેક લોકો પોતાના બાળકોને લઈને ઘરે નીકળી ગયા છે. 
 
રાજેન્દ્ર નગર પોલીસ પીએસ નીરજ બિરથરે એ જણાવ્યુ કે એક મેલ આવ્યો છે. આ મેલની તપાસ થઈ રહી છે. પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોચી છે. હાલ વધુ માહિતી મળી નથી. પણ મેલ જ્યાથી આવ્યો ત્યાની લોકેશન ટ્રેસ કરવામાં આવી રહી છે. હાલ સ્કુલમાં સાવધાની રૂપે સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. 

સંબંધિત સમાચાર

Next Article