સુરતમાં યુવતીને ગેલરીમાંથી નીચે ફેંકી: CCTV

Webdunia
બુધવાર, 13 ડિસેમ્બર 2023 (10:25 IST)
સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી યુવતી સાથે મિત્રતા કેળવવી યુવતીને ભારે પડી હતી. ઇન્સ્ટાગ્રામથી સંપર્કમાં આવેલી યુવતીને ઘરે બોલાવ્યા બાદ યુવકે તેને ૧૦મા માળા પરથી નીચે ફેંકી દેતા તેનું ઘટનાસ્થળ પર જ મોત થયુ હતું.  
 
સુરતના જહાંગીરપુરાના પ્રધાનમંત્રીના સુમન વંદના આવાસમાં રહેતા 28 વર્ષીય જુનેદ નૂર મોહમ્મદ બાદશાહે સીદી હબીબાબાનું ઐયુબભાઈ નામની યુવતીની 10મા માળેથી ફેંકીને હત્યા કરી છે. ત્યારે આ ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેમાં યુવતી ઉપરથી નીચે પટકાતાં બેવાર દડાની જેમ ઊછળતી જોવા મળી રહી છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી. એ બાદ હત્યારા આરોપી જુનેદ નૂર મોહમ્મદની ધરપકડ કરી છે. પોલીસે આરોપીની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે જુનેદ નૂર મોહમ્મદ બાદશાહના ભાઈ સાથે સીદી હબીબાબાનુની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. ત્યાર બાદ યુવતીએ તેના ભાઈ સાથે સગાઈ તોડી નાખી હતી.
 
જુનેદ નૂર મોહમ્મદ બાદશાહના ભાઈ સાથે યુવતીની એક વર્ષ પહેલાં સગાઈ થઈ હતી. યુવતીએ હત્યારા યુવકના ભાઈ સાથે સગાઈ તોડી નાખી હતી. જે બાદ ઈન્સ્ટાગ્રામ પર યુવતી તેના મોટાભાઈ જુનેદ નૂર મોહમ્મદ બાદશાહ સાથે ફરી સંપર્કમાં આવી હતી. 
 
યુવતીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે. જે બાદ હત્યારો ઇજાગ્રસ્ત યુવક જાતે સારવાર માટે સુરત નવી સિવિલ હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે આ કેસમાં હત્યારા યુવકની ધરપકડ કરી છે. 

સંબંધિત સમાચાર

Next Article