ધોળકા: સગીરા પર 8 શખ્સોએ આચર્યું દુષ્કર્મ

Webdunia
રવિવાર, 13 માર્ચ 2022 (12:10 IST)
અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે એક સગીર યુવતી ઉપર આઠ જેટલા વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. 
 
અમદાવાદ જિલ્લાના ધોળકામાં રહેતી  15 વર્ષીય સગીરા પર ધોળકામાં રહેતા આઠ યુવકોએ બળાત્કાર ગુજાર્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં સગીરાએ આરોપ મુક્યો હતો કે તે તેના સગાને ત્યાં જઇ રહી હતી. 
 
તમામ લોકોએ સગીરા સાથે મરજી વિરૂદ્ધ સંબધ બાંધ્યો હતો.  જે બનાવને ગંભીરતાથી લઇને પોલીસે સગીરાની ફરિયાદને આધારે તમામ આઠ યુવકોની ધરપકડ કરીને પોક્સો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 

સંબંધિત સમાચાર

Next Article