ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુરૂવારે ખેલાડીઓની સેંટ્રલ કૉન્ટ્રેક્ટ લિસ્ટ રજુ કરી. આ ઓક્ટોબર 2020થી સપ્ટેમ્બર 2021 સુધી માટે રજુ કરાયુ. બીસીસીઆઈની આ લિસ્ટમાં 28 ખેલાડીઓને સ્થાન મળ્યુ છે. દરેક વખતની જએમ આ વખતે પણ બીસીસીઆઈએ ખેલાડીઓને 4 ગ્રેડમાં વહેચ્યા છે. તેમા ગ્રેડ A+, ગ્રેડ B અને ગ્રેડ C છે. ચારેય ગ્રેડની રકમમાં કોઈ ફેરફાર કર્યો નથી.
ગ્રેડ A+માં ત્રણ ખેલાડી છે. ટીમના કપ્તાન વિરાટ કોહલી, રોહિત શર્મા અને ઝડપી બોલરને તેમા સામેલ કરવામાં આવ્યા. તેમણે વાર્ષિક 7 કરોડ રૂપિયા મળશે. પહેલા પણ આ ત્રણેય ખેલાડી આ ગ્રેડમાં હતા.
ગ્રેડ Aમાં 10 ખેલાડી સામેલ છે. જેને 5 કરોડ રૂપિયા મળશે. ગ્રેડ B માં 5 ખેલાડી છે. તેને 3 કરોડ રૂપિયામાં મળશે. બીજી બાજુ ગ્રેડ Cમાં 10 ખેલાડી છે. તેને વાર્ષિક 1 કરોડ રૂપિયા મળશે.
બીસીસીઆઈની નવી લિસ્ટમાં સ્ટાર ઓલરાઉંડર હાર્દિક પંડ્યા, શાર્દુલ ઠાકુર, મો સિરાજ અને યુવા બેટ્સમેન શુભમન ગિલને ફાયદો મળ્યો છે. પંડ્યાને પ્રમોટ કરીને ગ્રેડ A માં કરવામાં આવ્યો છે જેમા 5 કરોડ રૂપિયા મળે છે. જ્યારે કે શુભમન ગિલ અને મોહમ્મદ સિરાજને તેમનો પ્રથમ કેન્દ્રીય કરાર મળ્યો છે. જે ગ્રેડ સી છે જેની રકમ એક કરોડ રૂપિયા છે.
બીજી બાજુ શાર્દુલને પ્રમોટ કરીને ગ્રેડ બી માં કર્યો છે. જેમા 3 કરોડ રૂપિયા મળે છે પણ કેટલાક ખેલાડીઓનો દરજ્જો ઘટાડ્યો છે. જેમા ઝડપી બોલર ભુવનેશ્વર કુમારને ગ્રેડ બી માં કરવામાં આવ્યો છે જેમા ત્રણ કરોડ રૂપિયા મળે છે. કુલદીપ ને ગરેડ સીમા કરી દીધો છે તે પહેલા ગ્રેડ એ માં હતો. કેદાર જાધવ અને મનીષ પાંડેને બીસીસીઆઈની નવી લિસ્ટમાં સ્થના મળ્ય નથી. આ પહેલા બંને ગ્રેડ સી માં હતા.