AUSvIND Boxing Day Test: પહેલા દિવસનો ખેલ ખતમ થતા સુધી ભારત 36-1, પહેલા દાવમાં ઓસ્ટ્રેલિયાથી 159 રન પાછળ

Webdunia
શનિવાર, 26 ડિસેમ્બર 2020 (14:00 IST)
Aus vs Ind 2nd Test Match Day-1:ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બોક્સીંગ ડે ટેસ્ટ મેચ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. બંને ટીમો વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ મેચ એડિલેડમાં રમવામાં આવી હતી, જેને ઓસ્ટ્રેલિયાએ આઠ વિકેટે જીતી લીધી હતી.  આ રીતે, ઓસ્ટ્રેલિયા શ્રેણીમાં 1-0થી આગળ છે. ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેને ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. ટીમ ઈન્ડિયાના પ્લેઇંગ ઇલેવનમાં ચાર ફેરફાર કરવામાં આવ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમના પ્લેઇંગ ઇલેવનમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

મેલબર્નમાં રમાઈ રહેલી બોક્સિંગ-ડે ટેસ્ટમાં પ્રથમ દિવસ પૂરો થવા સુધીમાં ભારતીય ટીમે 1 વિકેટ ગુમાવીને 36 રન બનાવી લીધા છે. સાથે ઓસ્ટ્રેલિયા ટીમ પ્રથમ ઈનિંગમાં 195 રનમાં ઓલઆઉટ થઈ. આ રીતે ટીમે 159 રનની સરસાઈ મેળવી છે. હાલ, શુભમન ગિલ અને ચેતેશ્વર પૂજારા ક્રિઝ પર છે.
 
ટીમ ઈન્ડિયાના બોલરોએ સાતત્યપૂર્ણ પ્રદર્શનના જોરે માત્ર 72.3 જ ઓવરમાં યજમાન ઓસ્ટ્રેલિયાને 195 રનમાં તંબુ ભેગુ કરી દીધું હતું. જસપ્રીત બુમરાહએ 56 રન આપીને 4 વિકેત ઝડપી હતી. તો આર અશ્વિને35 રન આપી 3 વિકેટ પોતાના નામે કરી હતી. પોતાની ડેબ્યુ મેચ રમી રહેલા મોહમ્મદ સિરાજે 40 રન આપીને 2 વિકેટ પોતાના નામે કરી હતી. ટીમની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરાયો નથી. 
 
-ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ ગઈ, 41.5 ઓવરમાં ટ્રેવિસ પેવેલિયન પાછો ફર્યો હતો, જસપ્રિત બુમરાહની બોલિંગમાં ટ્રેવિસ હેડ રહાણેના હાથે કેચ આઉટ થયો હતો. હેડે 38 રન બનાવ્યા. 42  ઓવર પછી ઓસ્ટ્રેલિયાનો સ્કોર 124/4, લાબુશેન 43 રને રમી રહ્યો છે અને કેમેરોન ગ્રીનને નવા બેટ્સમેન તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યો છે.

સંબંધિત સમાચાર

Next Article