ICC U19 WC વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એ સતત બીજી જીત ...

Webdunia
મંગળવાર, 16 જાન્યુઆરી 2018 (13:50 IST)
ICC U19 WC વર્લ્ડ કપમાં ભારતીય ટીમ એ સતત બીજી જીત નોંધાવી. ગ્રૂપ-બીમાં પોતાના બીજા મુકાબલામાં જોરદાર પ્રદર્શન કરતાં પપુઆ ન્યુ ગિનીને 10 વિકેટોથી હરાવી દીધું. પપુઆ ન્યુ ગિની એ પહેલાં બેટિંગ કરતાં તમામ વિકેટ ગુમાવી 64 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમ એ માત્ર 8 ઓવરમાં એક પણ વિકેટ ગુમાવ્યા વગર 67 રન બનાવતા જીત નોંધાઇ. કેપ્ટન પૃથ્વી શૉ એ માત્ર 39 બોલમાં 12 ચોગ્ગાની મદદથી 57 રન બનાવ્યા, જ્યારે બીજા ઓપનર મનોજ કાલરા 9 રન બનાવીને નૉટ આઉટ રહ્યો. અનુકૂલ રૉય ને મેન ઓફ ધ મેચ તરીકે પસંદ કરાયો.
 
રવિવારે રમાયેલી ગૂ્રપ 'બી' ની આ મેચમાં કેપ્ટન પૃથ્વી શોએ ટોસ જીતી પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. પૃથ્વી શો અને મનજોત કાલરાએ પ્રથમ વિકેટ માટે ૨૯.૪ ઓવરમાં ૧૮૦ રનની ભાગીદારી નોંધાવી ભારતને શાનદાર શરૃઆત અપાવી હતી. શો અને કાલરાએ અંડર-૧૯ વર્લ્ડકપમાં ભારત માટે પ્રથમ વિકેટની ભાગીદારીનો નવો રેકોર્ડ બનાવ્યો હતો. અગાઉ ૨૦૦૪ના વર્લ્ડકપમાં ૧૭૯ રન સાથે આ રેકોર્ડ શિખર ધવન-રોબિન ઉથપ્પાને નામે હતો.
 
સંક્ષિપ્ત સ્કોર : ભારત અંડર-19: 50 ઓવરમાં  328/7 (પૃથ્વી 100 બોલમાં 94, મનજોત કાલરા 99 બોલમાં 86, શુભમ ગિલ 64 બોલમાં 63), ઓસ્ટ્રેલિયા અંડર-19 : 42.5 ઓવરમાં 228  

સંબંધિત સમાચાર

Next Article