T20 World Cup 2024: યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાએ 1 જૂનથી રમાનારી ICC T20 વર્લ્ડ કપ 2024 માટે તેની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. પ્રથમ વખત, અમેરિકા, જે વેસ્ટ ઈન્ડિઝ સાથે સંયુક્ત રીતે આ મોટી ICC ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે, તે ક્રિકેટની આ મોટી ટૂર્નામેન્ટમાં રમતું જોવા મળશે.ભારતીય મૂળના મોનાંક પટેલ આ મેગા ઈવેન્ટ માટે યુએસએની 15 સભ્યોની ટીમની કેપ્ટનશિપની જવાબદારી સંભાળતા જોવા મળશે. બીજી બાજુ આ ટીમમાં ન્યુઝીલેંડ તરફથી ઈંટરનેશનલ ક્રિકેટમા રમનર ઓલરાઉંડર ખેલાડી કોરી એંડરસનમે પણ સ્થાન મળ્યુ છે. જ્યારે કે ભારતીય અંડર 19ના કપ્તાન રહી ચુકેલા ઉન્મુક્ત ચંદન આ ટીમનો ભાગ નથી.