ગુજરાતમાં કોરોનાનો આજે વધુ એક કેસ આવ્યો સામે, ગુજરાતમાં કોરોનાનો આંક 8 પર પહોંચ્યો

Webdunia
શનિવાર, 21 માર્ચ 2020 (11:25 IST)
ગુજરાતમાં કોરોના વાયરસે પગપેસરો કર્યા બાદ દરરોજ તેના પોઝિટીવ કેસોની સંખ્યા દિનપ્રતિદિન વધી રહી છે. કોરોના વાઈરસના રાજકોટ-સુરતના એક એક કેસ અને અમદાવાદ, વડોદરાના 3-3 પોઝિટીવ કેસ નોંધાઈ ચૂક્યા છે. ત્યારે શહેરીજનો ચિંતામા પેઠા છે.  હાલ વડોદરામાંથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. વડોદરામાં કોરોના વાયરસનો વધુ એક પોઝિટિવ કેસ નોંધાયો છે. શ્રીલંકાથી વડોદરા આવેલા 52 વર્ષીય યુવકનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. તે સાથે જ વડોદરામાં કોરોનાના કેસની સંખ્યા વધીને 3 પર પહોંચી ગઈ છે. જેથી ગુજરાતમાં કોરોનાનો આંક 8 પર પહોંચ્યો છે. અમદાવાદમાં ત્રણ, વડોદરામાં 3, રાજકોટ અને સુરતમાં કોરોનાનો એક એક કેસ પોઝિટીવ આવ્યો છે, તો અમદાવાદ સહિત રાજ્યના 14 જિલ્લામાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે.
 
શ્રીલંકાથી વડોદરા આવેલા 52 વર્ષીય યુવકને 19 માર્ચથી SSGના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયો હતો. તે સાથે હવે ગુજરાતમાં કોરોના વાયરસના 8 પોઝિટિવ કેસ થઈ ગયા છે. આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં શ્રીલંકાથી આવેલા આધેડ શ્રીલંકા ગયા હતા અને ત્યાંથી પરત આવ્યા બાદ તેમંની તબિયત લથડી હતી. તબિયત લથડતા જ વડોદરાની સરકારી હૉસ્પિટલ એસએસજીમાં તેમને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા. આધેડ ગત 18મી માર્ચથી વડોદરાની એસએસજી હૉસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા જેમનો કેસ પોઝિટિવ જાહેર કરાયો છે.
 
ગુજરાતમાં જે આઠ કેસ નોંધાયા છે, તે તમામ વિદેશથી આવેલા ગુજરાતીઓ છે. જોકે, હજુ સુધી કોઈ સ્થાનિકને કોરોના પોઝિટિવ આવ્યો નથી. નોંધનીય છે કે, આ પહેલા એક સુરતમાં યુવતી અને એક રાજકોટમાં પુરુષ. પરીક્ષણ દરિયાન બંનેના ટેસ્ટ રિપોર્ટ્સ પૉઝિટિવ આવ્યા હતા. રાજકોટના દરદીએ જેદ્દાહથી યુ.એ.ઈ. (યુનાઇટેડ આરબ અમિરાત, સંયુક્ત આરબ અમિરાત)નો પ્રવાસ ખેડ્યો હતો. જ્યારે સુરતના દરદીએ લંડનનો પ્રવાસ ખેડ્યો હતો, તેમના સંપર્કમાં આવેલાં લોકોને ક્વોરૅન્ટીન કરવામાં આવ્યા છે.

સંબંધિત સમાચાર

Next Article