ગુજરાત કોરોના અપડેટ: 24 કલાકમાં 1325 નવા કેસ, 15ના મોત

Webdunia
બુધવાર, 9 ડિસેમ્બર 2020 (09:39 IST)
ગુજરાતમાં કોરોના કહેર યથાવત છે. રાજ્યમાં મંગળવારે કોરોના સંક્રમણના નવા કેસ 1325 કેસ સામે આવ્યા છે અને 15 લોકોના મોત થયા છે. જોકે રાજ્યમાં આજે 1531 લોકો સાજા પણ થયા છે તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. રાજ્યમાં નોંધાયેલા 15 મોતમાંથી અમદાવાદમાં 9 લોકોના મોત, સુરતમાં 3 લોકોના મોત, અમરેલી, રાજકોટ અને વડોદરામા6 1-1- લોકોના મોત થયા છે. 
 
ગુજરાત સરકાર તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર રાજ્યમાં અત્યાર સુધી કુલ 83,71,433 લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 2,21,493 લોકો કોરોના સંક્રમિત મળી આવ્યા છે. 4,110 લોકોના અત્યાર સુધી સંક્રમણના લીધે મોત થયા છે. 
 
રાહતના સમાચાર એ છે કે રાજ્યમાં અત્યાર સુધી કુલ 2,03,111 લોકો સાજા પણ થયા છે તેમણે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ 14,272 એક્ટિવ કેસ છે જેમાંથી 78 લોકોની હાલત નાજુક છે તેમને વેન્ટીલેટર પર રાખવામાં આવ્યા છે. 
 
અમદાવાદમાં 52,630 કેસ અને 2138 લોકોની મોત, સુરતમાં 45,577 કેસ અને 724 લોકોના મોત, વડોદરામાં 21,516 કેસ અને 226 લોકોના મોત, રાજકોટમાં 17,582 કેસ અને 184 લોકોના મોત, જામનગરમાં 9580 કેસ અને 35 લોકોના મોત, ગાંધીનગરમાં 7,161 કેસ અને 99 લોકોના મોત, ભાવનગરમાં 5,383 કેસ અને 69 લોકોના મોત થયા છે.

સંબંધિત સમાચાર

Next Article