ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકીને 22 જૂનના દિવસે કોરોના સંક્રમણના લીધે વડોદરાની એક ખાનગી હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા. જ્યાં તેમની તબિયત ખરાબ થવાથી અમદાવાદના સિમ્સ હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા અને અત્યારે પણ સિમ્સ હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. હાલ તેમની તબિયતમાં સુધારો છે.
જોકે હોસ્પિટલમાંથી તેમની તસવીર જાહેર થઇ છે. જેને જોઇને દરેક હેરાન છે. કોઇ પણ તસવીરને જોઇને કહી ન શકે કે આ ભરતસિંહ સોલંકી છે.
ભરત સિંહ સોલંકી ગત 2 મહિનાથી હોસ્પિટલમાં ભરતી છે. અમદાવાદમાં હોપ્સિટલમાં ભરતી થયા બાદ તેમની તબિયત સતત ખરાબ થવા લાગી છે. ત્યારબાદ તેમને વેંટિલેટર પર રાખવામાં આવ્યા છે. તેમને બે વાર પ્લાઝમા થેરેપી આપવામાં આવી છે. જોકે હવે તેમની તબિયત સ્થિર થઇ છે. તેમને કોરોનાને માત આપી છે.
જોકે,હાલ તેઓ ની તબિયત સુધારા ઉપર હોવાથી પરિવાર જનો માં ખુશી છે અને ખુબજ જલ્દી સાજા થઈ પોતાના ઘરે પરત ફરશે.