ચીનમાં કોરોનાને કારણે સ્થિતિ ખૂબ વધુ ખરાબ થઈ ગઈ છે. છેલ્લા એક મહિનામાં ચીનમાં કોરોનાને કારણે 60 હજાર લોકોના મોત થયા છે. દરમિયાન, ચીને પહેલીવાર સ્વીકાર્યું છે કે ડિસેમ્બરની શરૂઆતથી દેશમાં કોવિડ-19ને કારણે 59,938 લોકોના મોત થયા છે. અગાઉ, ચીને હંમેશા રોગચાળાને નિયંત્રણમાં હોવાનો દાવો કર્યો હતો.
ચીને ઝીરો પોલિસી હટાવ્યા બાદ પ્રથમ વખત આંકડા જાહેર કર્યા
ચીન તરફથી કોવિડ બુલેટિન જારી ન કરવા પર દુનિયાભરમાંથી ઉઠી રહેલા સવાલો વચ્ચે ચીને કોવિડ ઝીરો પોલિસી હટાવ્યા બાદ પ્રથમ વખત બુલેટિન બહાર પાડ્યું છે. પ્રેસ કોન્ફરન્સ દરમિયાન, જીયો યાહુઈએ કહ્યું કે 8 ડિસેમ્બર 2022 થી 12 જાન્યુઆરી 2023 વચ્ચે, કોવિડ-સંબંધિત રોગોને કારણે ચીનમાં કુલ 59,938 લોકોનાં મોત થયાં.