ચીનમાં કોરોનાથી હાહાકાર, શંઘાઈ-બીજિંગમાં સામાનની ડિલવરી લેવા પર પણ રોક, જનતામાં ફેલાય રહ્યો છે આક્રોશ

મંગળવાર, 10 મે 2022 (14:38 IST)
9 મે ના રોજ ચીનમાં કોરોનાના  3,475 નવા કેસ સામે આવ્યા. તેમાથી 357 લોકોમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા અને 3118 લોકોમાં કોરોનાના કોઈ લક્ષણ ન મળ્યા. ચીનમાં અત્યાર સુધી 5191 લોકોના મોત થઈ ચુક્યા છે. 
 
શંઘાઈમાં દોઢ મહિનાથી લૉકડાઉન 
કોરોનાની રોકથામમાં આ વખતે ચીન પાછળ રહી ગયેલુ જોવા મળી રહ્યુ છે. તેની જીરો કોવિડ નીતિ પર સવાલ ઉભા થવા માંડ્યા છે. શંઘાઈમાં દોઢ મહિનાથી લૉકડાઉન લાગૂ છે. સંક્રમણ રોકવા માટે પ્રતિબંધોને વધુ કડક કરવામાં આવ્યા છે. હજુ કોઈ સત્તાવાર જાહેરાત થઈ નથી. શંઘાઈના 16 જીલ્લામાંથી ચારમાં લોકોને અઠવાડિયાના છેવટે નોટિસ આપવામા આવી છે કે તેઓ પોતાના ઘરમાંથી બહાર નથી આવી શકતા. તેઓ સામાનની ડિલીવરી પણ નથી લઈ શકતા.  આ પહેલા રહેઠાણ વિસ્તારમાં ફરવાની છૂટ હતી. 
 
પ્રતિબંધો સામે વિરોધ ઉગ્ર બન્યો
શાંઘાઈમાં નવા પ્રતિબંધોનો વિરોધ વધી રહ્યો છે. કોકો વાંગ નામના રહેવાસી કહે છે કે તે જેલ જેવું છે. અમે નીતિઓથી ડરીએ છીએ, કોરોના વાયરસથી નહીં. બીજી તરફ, બેઇજિંગમાં અત્યાર સુધીના સૌથી કડક નિયંત્રણો જાહેર કરવામાં આવ્યા છે. દક્ષિણ-પશ્ચિમ બેઇજિંગમાં, લોકોને તેમના ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. લોકોને ઘરેથી કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. જાહેર પરિવહન પણ બંધ કરી દેવામાં આવ્યું છે. ઘણી ઇમારતો અને ઉદ્યાનોને પણ સીલ કરવામાં આવ્યા છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર