પ્રેગનેંસી પછી કરીના કપૂરનું પ્રથમ HOT Photoshoot

Webdunia
શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2017 (12:47 IST)
કરીના કપૂર ખાન ગયા વર્ષે ડિસેમ્બરમાં મમ્મી બની અને મમ્મી બનવાના થોડા દિવસ પછી જ કરીનાએ પોતાના વજન પર કામ કરવુ શરૂ કરી દીધુ.  હવે વાત એવી છે કે ફેબ્રુઆરીથી જ પોતાના વજનને લઈને ખૂબ મહેનત અને એક્સરસાઈઝ કરી રહેલ કરીના કપૂર હવે પરફેક્ટ શેપમાં આવી ગઈ છે અને અનેક ઈવેંટસમાં સુંદર અંદાજમાં જોવા મળી ચુકી છે. પણ હવે કરીનાની પ્રેગનેંસી પછીનુ પ્રથમ ફોટોશૂટ સામે આવ્યુ છે. જેમા કરીના સિઝલિંગ હૉટ અંદાજમાં જોવા મળી રહી છે. બેબી પિંક અને ઓફ વાઈટ ડ્રેસમાં કરવામાં આવેલ આ ફોટોશૂટમાં કરીના ખૂબ સુંદર લાગી રહી છે.  આ ફોટોશૂટ કરીનાએ ફિલ્મફેયર મેગઝીનના સપ્ટેમ્બર ઈશ્યુ  ધ બિગ ફેશ્બન ઈશુ માટે કરાવ્યો છે. 
અહી સમગ્ર ફોટોશૂટ પેસ્ટલ કલર્સના શેડસને બતાવે છે. કરીનાના આ ફોટોશૂટને તેમના ફૈનક્લબમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે અને આ ફોટોશૂટના ફોટો પણ સોશિયલ મીડિયા પર શેયર કર્યા છે. 20 ડિસેમ્બરના રોજ જન્મેલ તૈમૂર પછી આ કરીનાનુ પ્રથમ ફોટોશૂટ છે.  તમે અપ્ણ જુઓ કરીનાનુ આ ખૂબસૂરત ફોટોશૂટ 
ઉલ્લેખનીય છે કે કરીના વર્તમાન દિવસોમાં પોતાની કમબેક ફિલ્મ વીરે ધી વેડિંગ ના શૂટિંગ માટે દિલ્હી પહોંચી છે. આ ફિલ્મમાં સોનમ અને કરીના ઉપરાંત સ્વરા ભાસ્કર, શિખા તલસાનિયા અને પરમાનેંટ રૂમમેટ બેબ સીરીઝથી હિટ થયેલ સુમિત વ્યાસ પણ જોવા મળવાના છે. આ ફિલ્મના સેટથી પોતાની મૈત્રી અને કો સ્ટાર સોનમ કપૂરની સાથે આ ફિલ્મના સેટ પરથી એક ફોટો શેયર કર્યો છે. 

સંબંધિત સમાચાર

Next Article