બીએમસીની તરફથી ઓફિસમાં તોડફોડ કર્યા બાદ કંગના રાનાઉત સીએમ ઉદ્ધવ ઠાકરે પર સતત હુમલો કરી રહી છે. હવે તેણે ટ્વિટ કરીને આરોપ લગાવ્યો છે કે તેને ઘર તોડવાની ધમકી આપવામાં આવી રહી છે. કંગનાએ ટ્વિટ કર્યું હતું કે છેલ્લા 24 કલાકમાં મારી ઓફિસ અચાનક ગેરકાયદેસર બની ગઈ હતી. તેઓએ ઓફિસમાં ફર્નિચર અને લાઇટ સહિતની દરેક વસ્તુનો નાશ કર્યો
આ પહેલા આજે મુંબઈ પહોંચ્યા બાદ કંગનાએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરે પર જોરદાર નિશાન સાધ્યું હતું. એક વીડિયો ટ્વિટ કરતા તેણે કહ્યું કે, "ઉદ્ધવ ઠાકરે, તમે શું વિચારો છો ... આજે મારું ઘર તૂટી ગયું છે કાલે તારુ ઘમંડ તૂટશે, તે સમયનું એક ચક્ર છે, યાદ રાખજો આ સમયનું ચક્ર છે જે હંમેશાં એકસરખું નથી હોતું ..."
બીજી તરફ, બીએમસી કંગના રાનાઉતના ખાર વિસ્તારમાં આવેલા ફ્લેટ પર પણ કાર્યવાહી કરી શકે છે. ખાર વિસ્તારમાં બાંધવામાં આવેલા ફ્લેટને તોડવાની મંજૂરી માંગી છે. ઉલ્લેખનીય છે કે બે વર્ષ પહેલાં, મુંબઈ મહાનગરપાલિકાએ કંગના રાનાઉતને નોટિસ પાઠવી હતી. આ નોટિસમાં એવું કહેવામાં આવ્યું હતું કે ઘરમાં ગેરકાયદેસર રીતે ફેરફાર કરવામાં આવ્યાછે. આમાં નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે. બીએમસીના જણાવ્યા અનુસાર, ફ્લેટમાં આઠ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં નિયમોની અવગણના કરવામાં આવી છે.