મુંબઈ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં આર્યન ખાન(Aryan Khan Bail) ની સાથે અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચાને જામીન મળી ગયા છે. જોકે, જામીન આપવાની સાથે કોર્ટે કેટલીક શરતો પણ મૂકી છે. જે ત્રણેય આરોપીઓએ જામીનના સમયગાળા દરમિયાન પાલન કરવુ પડશે. જામીન(Bail Order)ના આદેશ મુજબ ત્રણેય આરોપીઓએ દર શુક્રવારે NCBની મુંબઈ ઓફિસમાં હાજર થવું પડશે. આ સાથે તે NDPS કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકે નહીં.
કોર્ટના આદેશ અનુસાર આર્યન અને અન્ય બે આરોપી એનડીપીએસ કોર્ટની પરવાનગી વિના દેશ છોડી શકતા નથી. આ સાથે જ તેને પોતાનો પાસપોર્ટ તાત્કાલિક સ્પેશિયલ કોર્ટ સમક્ષ સરેન્ડર કરવા માટે કહેવામાં આવ્યું છે. કોર્ટના આદેશ અનુસાર તેના સહ-આરોપી સાથે સંપર્કમાં રહેવા પર પણ પ્રતિબંધ રહેશે.
કોર્ટના આદેશની બધી શરતો આ મુજબની છે -
1 કોર્ટના આદેશ મુજબ આરોપીએ 1 લાખ રૂપિયાના પીઆર બોન્ડ આપવા પડશે. તે એક અથવા વધુ સુરક્ષા થાપણો સાથે રજૂ કરી શકાય છે.
2 આરોપીઓ તે પ્રવૃત્તિઓ જેવી કોઈપણ પ્રવૃતિઓમાં સામેલ થશે નહીં જેના આધારે તેમની સામે NDPS એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.
3. આરોપીએ તેના સહ-આરોપી અથવા સમાન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી અન્ય કોઈપણ વ્યક્તિ સાથે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ રીતે સંપર્ક સ્થાપિત કરવાનો પ્રયાસ કરવો જોઈએ નહીં.
4. આરોપીએ નામદાર સ્પેશિયલ કોર્ટની કાર્યવાહી પહેલાં કાર્યવાહી માટે પ્રતિકૂળ હોય તેવું કોઈ કૃત્ય કરવું નહીં.
5. આરોપી વ્યક્તિગત રીતે કે કોઈપણ માધ્યમથી સાક્ષીઓને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરશે નહીં કે પુરાવા સાથે છેડછાડ કરશે નહીં.