વારે ઘડીએ તમને વાગતુ રહે તો સમજી લો તમારા ગ્રહ સારા નથી

Webdunia
બુધવાર, 5 સપ્ટેમ્બર 2018 (15:48 IST)
જ્યોતિષ મુજબ અનેકવાર વ્યક્તિ પાસે જનમ કુંડળી હોતી નથી. આવામાં માણસને તેના જીવનમાં ચાલી રહેલી ઘટનાઓને જોઈને ગ્રહની દશાની જાણ થઈ શકે છે.  વિદ્વાનો મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ પોતાનો કુપ્રભાવ બતાવે છે તો વ્યક્તિ પર તે દેખાય છે.  આવામાં આ લક્ષણોથી એ જાણ કરી શકાય છે કે કયો ગ્રહ ખરાબ છે.  તેનો ઉપાય કરીને મુક્તિ મેળવી શકાય છે. 
 
તમને લોહીની કમી થઈ જાય, વારે ઘડીએ દુર્ઘટના થવા માંડે કે વાગે કે પછી માથા પર ઘવાય કે પછી આગથી દઝાય, નોકરીમાં શત્રુ પેદા થવા માંડે કે એ જાણ જ ન થાય કે કોણ તમને નુકશાન પહોંચાડવાની કોશિશ કરી રહ્યુ છે.  ખોટી લડાઈ ઝગડો હોય કે પોલીસ કેસ, જીવનસાથી પ્રત્યે અંતર આવવુ કે નફરત કે શક પેદા થવા માંડે, ઓપરેશનએને જરૂર પડી જાય કર્જ એવુ લાગે કે સહેલાઈથી પુરુ નહી થાય તો સમજો કે તમારો મંગળ સારો નથી. તેનાથી મુક્તિ માટે હનુમાનજીની યથાશક્તિ ઉપાસના શરૂ કરી દો. હનુમાનજીના ચરણોમાંથી તિલક લઈને રોજ માથા પર લગાવો. અતિ ગંભીર પરિસ્થિતિમાં રક્તદાન કરો. 
 
તમારા હાડકાના સાંધામાં અવાજ આવવા માંડે. પિતા સાથે ઝગડો થઈ જાય. કેસ કે કોર્ટ કેસમાં ફસાય જાવ. તમારી આત્મા દુખી થવા માંડે. તમે આળસી પ્રવૃત્તિના થઈ જાવ તો નક્કી માનીએ કે સૂર્યનો અશુભ પ્રભાવ તમારા પર પડવા માંડ્યો છે.   આવી દશામાં સારો ઉપાય એ છે કે સવારે લાલ સૂર્યને મીઠુ નાખીને અર્ધ્ય આપો. ઈનકમ ટેક્સની ચુકવણી કરી દો અને પિતા સાથે મધુર સંબંધ બનાવો. સંબંધ સુધારવાની કોશિશ કરો. 
 

સંબંધિત સમાચાર

Next Article