જનમ કુંડળી મુજબ આટલી સાવધાની જરૂર રાખો

શુક્રવાર, 22 સપ્ટેમ્બર 2017 (19:25 IST)
પૂજા પાઠમાં તો આપણે પંડિત સાથે ચર્ચા-વિચાર કરી લઈએ છીએ. પરંતુ અન્ય કામ એવા હોય છે, જેમા તમે કોઈની સલાહ નથી લેતા અને એ કામ કર્યા પછી અનેક મુશ્કેલીઓ ઉભી થાય છે. જો કે એ પણ શક્ય નથી કે દરેક વખતે દરેક કામ પંડિતને પૂછીને કરવામાં આવે. પણ જરા વિચાર કરો કરો ક જો તમને પોતાને તમારી કુંડળી વિશે જ્ઞાન હોય તો શુ થાય ? તમે ખુદ સાવધાનીને જોતા એવા કામ નહી કરો જે તમને નુકશાનદાયક બનવાની શક્યતા હોય. 
 
જે લોકોની કુંડળીમાં જે ગ્રહ ઉચ્ચ હોય અથવા સ્વરાશિનો હોય, એ ગ્રહની વસ્તુઓનુ દાન નહી કરવુ જોઈએ. એનાથી ઉલટુ જો તે નીચ કે અશુભ સ્થાન પર હોય તો આ ગ્રહોની વસ્તુઓનું દાન પણ ન કરવુ જોઈએ. આ વાત તમે નહી જાણતા હોય પણ આ એક જાણવા જેવી વાત છે. 
 
અમારા વિશેષજ્ઞ દ્વારા આવી તમામ વાતો તરફ તમારું ધ્યાન આકર્ષિત કરી રહ્યા છે 
 
1. બુધ જો જન્મકુંડળીમાં છઠ્ઠા ભાવમાં સ્થિત છે તો જાતકે પોતાની પુત્રી કે બહેનનુ લગ્ન ઉત્તર દિશામાં ન કરવુ જોઈએ. નહી તો પિતા અને પુત્રી બંને મુશ્કેલીમાં રહેશે. 
 
2. જે જાતકની કુંડળીમાં બુધ ચતુર્થ ભાવમાં હોય, તેણે ઘરમાં પોપટ ન પાળવો જોઈએ નહી તો માતાને કષ્ટ થશે. 
 
3. મંગળ પત્રિકામાં 12માં ભાવમાં આવેલ હોય તો જાતકે પોતાના ભાઈઓ સાથે ઝગડો ન કરવો જોઈએ. 
 
4. મંગલ આઠમા ભાવમાં હોય તો જાતકે ઘરમાં તંદૂર ન લગાવવો જોઈએ નહી તો પત્ની રોગી બની જશે. 
 
5. કેતુ જો ત્રીજા ભાવમાં સ્થિત હોય તો જાતકે દક્ષિણ દિશાવાળા મકાનમાં ન રહેવુ જોઈએ. નહી તો આર્થિક અને માનસિક સ્થિતિ ડામાડોળ રહે છે. 
 
6. ચંદ્રમાં અને કેતુ જન્મપત્રિકામાં કોઈ ભાવમાં એક સાથે આવેલા હોય તો વ્યક્તિને કોઈના પેશાબ પર પેશાબ ન કરવી જોઈએ. 
 
7. ચંદ્રમા 11મા ભાવમાં હોય તો જાતકે પોતાની બહેન કે કન્યાનું કન્યાદાન સવારના સમયે ન કરવુ જોઈએ. નહી તો પિતા અને પુત્રી બંને દુ:ખી રહેશે. 
 
તમારી જનમ પત્રિકા બનાવવા કે પત્રિકા મિલાન માટે અહી ક્લિક કરો 
 
8. ચંદ્રમાં જો 12માં ભાવમાં હોય તો જાતક કોઈ પુજારી, સાધુને રોજ રોટલી ન ખવડાવે, બાળકો માટે મફતમાં શિક્ષણનો પ્રબંધ ન કરે અને વિદ્યાલય ન ખોલે નહી તો દુ:ખોનો પહાડ તૂટી પડશે અને પાણી પણ પીવા નહી મળે. 
 
9. ચંદ્ર જો છઠ્ઠા ભાવમાં હોય તો દૂધ, પાણીનું દાન કરો અને નળ તેમજ કુવાનું રિપેરિંગ કરો નહી તો પરિવારમાં અકાળ મોતનો ભય તોળાતો રહેશે. 
 
10. જો તમારી કુંડળીમાં શનિ આઠમાં ભાવમાં હોય તો જાતકે ધર્મશાળા વગેરે ન બનાવવા જોઈએ નહી તો તે આર્થિક રૂપે કાયમ તંગ રહેશે. 
 
11. જો કુંડળીનો બીજો ભાવ ખાલી હોય અને શનિ આઠમાં ભાવમાં હોય કે 6, 8, 12 ભાવમાં શત્રુ ગ્રહ સ્થિત હોય તો જાતકે મંદિર ગુરૂદ્વારા, મસ્જિદની અંદર ન જતા બહારથી જ દર્શન કરી લેવા જોઈએ. 
 
12. શુક્ર 9માં ભાવમાં આવેલ હોય તો જાતક અનાથ બાળકોને દત્તક ન લે તેમજ સફેદ દહીંનુ સેવન ન કરે. 
 
13. ગુરૂ પાંચમા ભાવમા અને શનિ પ્રથમ ભાવમાં હોય તો જાતક ક્યારેય પણ ભિખારના ભિક્ષા પાત્રમાં તાંબાનો સિક્કો ન નાખે નહી તો નુકશાન થશે. 
 
14. ગુરૂ જો સાતમાં ભાવમાં હોય તો જાતક કોઈને વસ્ત્રનુ દાન કરે, ઘરમાં મંદિર ન બનાવે અને ઘંટી કે શંખ વગાડીને પૂજા ન કરે, આવુ કરવાથી ધનનો નાશ થાય છે. 
 
15. ગુરૂ દશમા ભાવમાં અને ચંદ્રમાં કે મંગળ ચોથા સ્થાનમાં હોય તો જાતક પોતાના હાથથી પૂજા સ્થાન ન બનાવે અને ભિખારીને ભિક્ષા ન આપે નહી તો ખોટા આરોપમાં ફંસાઈને લાંબી સજા કાપવી પડી શકે છે. 
 
16. સૂર્ય જો સાતમા અને આઠમાં ભાવમાં હોય તો જાતકે સવારે ઉઠીને સ્રૂર્ય નમસ્કાર અને દાન કરવુ જોઈએ.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર