અયોધ્યા ચુકાદો- રામ જન્મ ભૂમિ પર આ તારીખે ચુકાદો આવવાવી શકયતા

Webdunia
મંગળવાર, 5 નવેમ્બર 2019 (16:50 IST)
રામજન્મ ભૂમિ વિવાદ પર 17 નવેમ્બરે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતા છે. પ્રધાન ન્યાયધીશ રંજન ગોગોઈ 17 નવેમ્બરને સેવાનિવૃત થવાથી પહેલા બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ કેસમાં ફેસલો આપી શકે છે. 
 
 અયોધ્યાને લઈને કોઈ પણ પ્રકારના ભાષણ, ધરણાં, પ્રદર્શન, લાઉડસ્પીકરના ઉપયોગ પર રોક લગાવી છે. મુસ્લિમ સંગઠન ઉપરાંત અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીએ પણ આ મુદ્દે નિવેદનબાજીથી બચવા અને સોશિયલ મીડિયા પર આવતી ખોટી જાણકારીથી બચવાની અપીલ કરી છે.
 
સંધના વરિષ્ઠ પદાધિકારીઓએ તાજેતરમાં પ્રચારકોની બેઠકમાં કહ્યું હતું કે રામ મંદિર ફેસલો પક્ષમાં આવતા પર વિજય ઉત્સવ નહી ઉજવાશે કે જૂલૂસ નહી કાઢવવું. 
 
સ્થાનીય પ્રશાસને ફેસલા પર વિજય કે શોક મનાવવા માટે કોઈ પણ કાર્યક્રમ આયોજિત કરવા પર રોક લગાવી દીધી છે. આદેશ મુજબ વ્યક્તિગત કે સાર્વજનિક સ્થળો પર કોઈ પણ પ્રકારના જમાવડા પર રોક લગાવી છે. જે સાંપ્રદાયિક સોહાર્દને બાધિત કરી શકે છે. 

સંબંધિત સમાચાર

Next Article