અયોધ્યા પર કોણે કર્યું શાસન

મંગળવાર, 5 નવેમ્બર 2019 (16:17 IST)
અયોધ્યા હિંદુઓના પ્રાચીન અને 7 પવિત્ર તીર્થસ્થળમાંથી એક છે. આ પ્રાચીન નગર રામાયળ કાળથી પણ જૂનો છે. અયોધ્યાએ ઘણુ બધુ જોયુ અને ભોગ્યું છે. 
 
આવો જાણીએ અયોધ્યા વિશે ... 
સરયૂ નદીના કાંઠે વસેલા આ નગરની રામાયણ મુજબ વિવસ્વાન(સૂર્ય)ના પુત્ર વૈવસ્વત મનુ મહારાજ દ્વારા સ્થાપના કરાઈ હતી. માથુરોના ઈતિહાસ મુજબ વૈવસ્વત મનુ આશરે 6673 ઈસા પૂર્વ થયા હતા. બ્રહ્માજીના પુત્ર મરીચિથી કશ્યપનો જન્મ થયું. કશ્યપથી વિવસ્વાન અને વિવસ્વાનના પુત્ર વૈવસ્વત મનુ હતા. સકંદપુરાણ મુજબ અયોધ્યા ભગવાન વિષ્ણુના ચક્ર પર વિરાજમાન છે.

અયોધ્યા પર કોણે કર્યું શાસન
અયોધ્યા રધુવંધી રાજાઓની કૌશલ જનપદની ખૂબ જૂની રાજધાની છે. વૈવસ્વત મનુના પુત્ર ઈક્ષ્વાકુના વંશજએ આ નગર પર રાજ કર્યું હતું. આ વંશમાં રાજા દશરથ 63મા શાસક હતા. આ વંશના રાજા ભારત પછી શ્રીરામએ શાસન કર્યું હતું. ત્યારબાદ કુશએ એક આ નગરનો પુનર્નિમાણ કરાવ્યું હતું. કુશ પછી સૂર્યવંશની આવનારી 44 પેઢીઓ સુધી આ પર રગુવંશનો જ શાસન રહ્યું. પછી મહાભારત કાળમાં આ વંશનો બૃહદ્રથ, અભિમન્યુના હાથ મહાભારતના યુદ્ધમાં માર્યું હ્તૌં. બૃહદ્રથના ઘણા કાળ પછી સુધી આ નગર મગધના મોર્યોથી લઈને ગુપ્ત અન કન્નૌજના શાસકોના અધીન રહ્યું. અંતમાં અહીં મહમૂદ ગજનીના ભાણેજ સૈયદ 
સાલારએ તુર્ક શાસનની સ્થાપના કરી અને ત્યારબાદથી જ અયોધ્યા માટે લડર શરૂ થઈ ગઈ. ત્યારબાદ તૈમૂરના મહમૂદ શાહ અને ફરી બાબરએ આ નગરને લૂટીને તેને ધ્વસ્ત કરી નાખ્યું હતું. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર