નોબેલ સંવાદમાં મહાત્મા મંદિરમાં ખુરશીઓ ખાલી રહી

Webdunia
મંગળવાર, 10 જાન્યુઆરી 2017 (12:13 IST)
મંગળવારે સવારે મહાત્મા મંદિર ખાતે નોબેલ ડાયલોગનો પ્રારંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કરાવ્યો હતો. આ પ્રસંગે નવ નોબેલ લોરેટ્સ પણ હાજર હતા. એક વાત બધાને ધ્યાને આવી હતી કે હોલમાં નોબેલ લોરેટ્સ આવી ગયા બાદ પણ પાછળની ઘણી બધી ખુરશીઓ ખાલી હતી. અગાઉ સોમવારે સાંજે નરેન્દ્ર મોદીએ સાયન્સ સિટી ખાતે નોબલ પ્રાઇઝ સિરીઝ પ્રદર્શનનું ઉદ્ધાટન કર્યું હતું. આ પ્રસંગે નોબલ લોરેટ્સ ઉપરાંત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ હાજર હતાં.  આ પ્રસંગે મોદીએ જણાવ્યું હતું કે, આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને જોઇને ખુશી થઇ. મારી સામે ભાવિ વૈજ્ઞાનિકો બેઠા છે. યુવાઓ દેશનું ભવિષ્ય છે, જ્યારે આર્થિક વિકાસમાં વૈજ્ઞાનિકોની ભૂમિકા મહત્વની રહી છે. મેડિકલ સંશોધન ક્ષેત્રે ભારતનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. વિજ્ઞાન અને ટેક્નોલોજી ક્ષેત્રે વિકાસ અમારું લક્ષ્ય છે.નોબેલ એક્ઝિબિશન તા. 9મીથી 12મી ફેબ્રુઆરી સુધી વિદ્યાર્થીઓને વિનામૂલ્યે જોવા આપવામાં આવશે. જેમાં વિદ્યાર્થીઓને અંતરિક્ષ, અવકાશ, વિજ્ઞાન, સમુદ્ર જેવી થીમ પર ફિલ્મો દર્શાવવામાં આવશે. પ્રસંગે તા. 10મીએ મહાત્મા મંદિરમાં નોબેલ લોરેટ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે.
Next Article