એક અધિકારીએ જણાવ્યું કે દિલીપ મિસ્ત્રીએ જરુપુર વિસ્તારમાં ખોદકામ માટે જમીનનો એક ટુકડો લીઝ પર લીધો હતો, તેણે શનિવારે પન્ના ડાયમંડ ઓફિસમાં હીરા જમા કરાવ્યા. ડાયમંડ ઓફિસના અધિકારી અનુપમ સિંહે જણાવ્યું કે આ હીરાને પણ હરાજીમાં મુકવામાં આવશે.
મિસ્ત્રીએ કહ્યું કે હીરા મળ્યાની ખુશી વર્ણવી શકાય તેમ નથી અને આ હીરામાંથી મળેલા નાણાંનો ઉપયોગ ખાણના વિસ્તરણ, બાળકોના ભવિષ્ય અને ખેતી માટે કરવામાં આવશે. અમારા બધા ભાગીદારોએ અત્યાર સુધીમાં હીરાની ઓફિસમાં સાત-આઠ હીરા જમા કરાવ્યા છે. અગાઉ જુલાઈમાં એક મજૂરને 19.22 કેરેટનો હીરો મળ્યો હતો.