દિવાળીને ખુશહાલ બનાવા માટે વાસ્તુ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (10:52 IST)
કોઈ પણ ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે વાસ્તુ ટિપ્સ ખૂબ ઉપયોગી હોય છે. વાસ્તુ આ સુનિશ્ચિત કરે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે અને બધા નકારાત્મક વાઈપ્સ ભાગી જા . જ્યારે દિવાળીની વાત આવે છે તો વાસ્તુનું મહત્વ વધી જાય છે. 
 
વાસ્તુ ટિપ્સ 
 
1. સફાઈ- આ બધા જાણે છે કે લક્ષ્મી માતા એ જ ઘરમાં આવે છે જેનું ઘર એમને સાફ સુથરૂ  મળે છે.  વાસ્તુ મુજબ કાળી ચૌદસ એટલે કે દિવાળીના એક દિવસ પહેલા પણ ઘરને સ્વચ્છ રાખો. 
2. આસપાસની વસ્તુઓને સ્થાનાંતરિત કરો.- વાસ્તુ કહે છે કે ઘરમાં રાખેલી 27 વસ્તુઓને અહીં થી ત્યાં મુકવી જોઈએ. જો તમે સોફાના કુશન પણ એક સોફા પરથી બીજા સોફા પર મૂકો તો પણ કામ થઈ જશે. 
 
3. મીઠાનું પાણી છાંટવું- પાણીમાં મીઠું નાખી ઘરના ખૂણા-ખૂણામાં છાંટો વાસ્તુ મુજબ મીઠું ઘરને ખરાબ ઉર્જાને સોષી જાય છે. 
 
4. મીઠી દિવાળી- આ દિવસે તમારા ઘરમાં ખાંડની કમી નહી રહેવી જોઈએ. આ એક રીત છે જે સુનિશિચિત કરે છે કે તમારુ આખુ વર્ષ મીઠુ જશે. 
 
5. મુખ્ય પ્રવેશ દ્વાર- તમારા ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર આવતા અવસરો તમારા સુધી પહોંચાડે છે આથી ઘરના  મુખ્ય પ્રવેશ દ્વાર પર કોઈ અવરોધ ના કરો. ભગવાનનું  સ્વાગત કરવા માટે બારણા પર સુંદર રંગોળી બનાવો. 
 
6. ધન માટે ઉત્તર જાવ - ઘરમાં ઉત્તર દિશાને કુબેરના દ્વાર કહેવાય છે. સુનિશ્ચિત કરો કી માતા લક્ષ્મીની મૂર્તિ અહીં જ રખાય. આ સિવાય મૂર્તિને  લાલ વસ્ત્રથી શણગારવી. 
 
7. વહેતું પાણી- કહેવાય છે કે વહેતું પાણી બધી નકારાત્મક ઉર્જા સાથે લઈ જાય છે. આથી ઘરમાં નાનું ઝરના લગાડો અને એને નાર્થે ઈસ્ટમાં લગાવવુ  જોઈએ. 
 

સંબંધિત સમાચાર

Next Article