તમારા જન્મવાર પરથી જાણો તમારો સ્વભાવ

શનિવાર, 25 નવેમ્બર 2017 (10:34 IST)
તમારા જન્મનો વાર કયો હતો મતલબ કયા દિવસે પૈદા થયા એ વાર કયો હતો તેના પર પણ તમારો સ્વભાવ અને વ્યવ્હાર કેવો રહેશે તે નિર્ભર કરે છે.  જાણો તમારા જન્મ દિવસના આધાર પર તમારો સ્વભાવ... 
સોમવાર - આ દિવસે જન્મેલ વ્યક્તિ સમાજમાં ચર્ચાનો વિષય બન્યા રહે છે પણ તેમનુ પારિવારિક જીવન સારુ નથી રહેતુ.  તેમને મોટાભાગે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. છતા તે હસમુખ હોય છે અને ખૂબ મીઠુ બોલે છે.  ચંદ્ર સાથે સંબંધ હોવાથી તેમનુ મન ચંચળ હોય છે.  અને નિરંતર વિચાર બદલાતા રહે છે. આ લોકો બુદ્ધિમાન, કલા પ્રેમી અને બહાદુર હોય છે અને સુખ-દુખમાં એક જેવા જ રહે છે. આ દિવસે જન્મેલા લોકોની યાદશક્તિ ખુબ જ તેજ હોય છે પરંતુ તેમની અંદર ધૈર્યની ખુબ કમી હોય છે.

મંગળવાર - મંગળવારે જન્મેલ વ્યક્તિ ક્રોધી, પરાક્રમી, અનુશાસનપ્રિય, ઉર્જાથી પરિપૂર્ણ અને નવા વિચારોનુ સમર્થન કરનારો હોય છે. આ દિવસે જન્મેલ વ્યક્તિઓ પર મંગળ ગ્રહનો વિશેષ પ્રભાવ રહે છે. તેથી આ દિવસે જન્મેલ વ્યક્તિ બધા અવરોધોને પાર કરી હંમેશા પ્રગતિના પથ પર અગ્રેસર રહે છે.  આવા લોકો પોતાની પ્રશંસા સાંભળવાના ખૂબ ઈચ્છુક રહે છે. તેમના દાંપત્ય જીવનમાં સમય સમય પર વિરોધાભાસની સ્થિતિ આવતી રહે છે. વધુ ક્રોધના કારણે આસપાસના લોકો સાથે તેમનુ બનતુ નથી. 
બુધવાર - બુધવારે જન્મેલા લોકો બહુમુખી પ્રતિભાના માલિક અને તીક્ષ્ણ બુદ્ધિવાળા હોય છે. સાથે જ પોતાની વાકપટુતાથી બીજાની બોલતી બંધ કરી નાખે છે. તેમના પર બુધ ગ્રહનો વિશેષ પ્રભાવ રહે છે. લોકો તેમને પસંદ કરે છે.  આ લોકો પોતાના માતા પિતા અને ભાઈ બહેનને વિશેષ રૂપે પ્રેમ કરે છે. ભાગ્ય પક્ષ મજબૂત હોવાને કારણે આ લોકો બધા પ્રકારની વિપત્તિયોમાંથી જલ્દી મુક્ત થઈ જાય છે અને ધન કમાવવામાં સફળ રહે છે. 

ગુરૂવાર - આ દિવસે જન્મેલ વ્યક્તિ મહત્વાકાંક્ષી ગંભીર સ્વભાવના હોય છે અને કોઈપણ મુશ્કેલ સમયનો સામનો ખૂબ જ સમજદારી અને સાહસ સાથે કરે છે. તેમના સાહસ અને તર્કની આગળ કોઈ ટકી નથી શકતું. તેમના વિચારો અને ભાવનાઓને બીજાની સામે સારી રીતે રજૂ કરે છે, આ કારણે લોકો તેમનાથી પ્રભાવિત થાય છે. તેઓ મિત્રતા પણ સારી સંગત વાળા લોકો સાથે જ કરે છે, માટે તેમને મિત્રો તરફથી હંમેશા ખુશી મળે છે.

શુક્રવાર - આ દિવસે જન્મેલ વ્યક્તિની વાણીમાં મધુરતા અને સરળતા હોય છે અને વાદ-વિવાદ કરનારા લોકોને આ નફરત કરે છે. આવા લોકો મનોરંજનના સાધનો પર વધુ ખર્ચ કરે છે.  જેનાથી તેમનુ આર્થિક સંતુલન બગડી જાય છે.  એશ્વર્યથી ભરેલુ જીવન તેમને ખૂબ સારુ લાગે છે.  કલાના ક્ષેત્રમાં આ લોકો પોતાનુ જુદુ સ્થાન બનાવી શકે ચ છે. પ્રેમના મામલે આવા લોકો એક સ્થાન ટકતા નથી. તેમના સ્વભાવમાં ઈર્ષા વધુ હોય છે.  તેમનુ વૈવાહિક જીવન સફળ કહી શકાય છે. 

શનિવાર - જે લોકો શનિવારે જન્મ્યા છે તેઓ આળસી અને સંકોચી હોય છે. આવા લોકો કોઈપણ કાર્યને કરવા માટે યોજના તો બનાવે છે પણ એ યોજનાઓના અનુરૂપ કાર્ય નથી કરી શકતા. આ લોકોએ મિત્રો બનાવતી વખતે સાવધ રહેવાની જરૂર છે.  પરિવાર અને સંબંધીઓ તરફથી પણ તેમને વધુ સુખ મળતુ નથી.  . તેમના જીવનમાં કેટલા પણ કષ્ટ હોય, હસમુખ સ્વભાવના કારણે તેઓ વિચલિત નથી થઈ શકતા. 


રવિવાર - રવિવારનો સંબંધ સૂર્ય દેવતા સાથે છે. સૂર્ય સિંહ રાશિનો સ્વામી છે. સિંહ મતલબ સ્વતંત્રતા પ્રિય.  તેથી રવિવારે જન્મેલ વ્યક્તિ કોઈની અધીનતામાં કાર્ય કરવુ પસંદ કરતા નથી. સામાન્ય રીતે ભાગ્યશાળી હોય છે. ઓછુ બોલે છે.  અને કલા ક્ષેત્રમાં માન-સન્માન પ્રાપ્ત કરે છે.  ધર્મમાં રુચિ રાખે છે અને ફેમિલી મેંબર્સ સાથે  મિત્રો અને સંબંધીઓને પણ ખુશ રાખવાનો પ્રયત્ન  કરે છે.  જો તેમને નેતૃત્વ સોંપવામાં આવે તો તેઓ કોઈપણ ક્ષેત્રમાં સારુ પરિણામ આપે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર