ભારતીય પ્રાચીન ગ્રંથોમાં વાસ્તુ અને જીવ સંબંધો વિશે અનેક તથ્યોથી શુભાશુભની માહિતી પ્રાપ્ત થાય છે. આજે અમે તમને બતાવીશુ કે ઘરમાં ક્યા શુભ અશુભ સંકેતો બતાવે છે કે લક્ષ્મી આવશે કે જશે
- જે ભવનમાં બિલાડીઓ લડતી રહે છે. ત્યા જલ્દી લડાઈ થવાની શક્યતા રહે છે. વિવાદમાં વધારો થાય છે. મતભેદ થાય છે.
- જે ભવનના દ્વાર પર આવીને ગાય જોરથી રંભાય અને ચોક્કસ જ એ ઘરના સુખમાં વૃદ્ધિ થાય છે.
- કોઈ કૂતરો ભવનની તરફ મોઢુ કરીને રડે તો ચોક્કસ જ ઘરમાં કોઈ વિપત્તિ આવવાની છે અથવા કોઈનુ મોત થવાનુ છે.
- જે ઘરમાં કાળી કીડીઓ ઝુંડમાં ફરતી રહે ત્યા એશ્વર્ય વૃદ્ધિ થાય છે. પણ મતભેદ પણ થાય છે.
- ઘરમાં પ્રાકૃતિક રૂપે કબૂતરોનો વાસ શુભ હોય છે.
- ઘરમાં મકડીના જાળા ન હોવા જોઈએ. આ શુભ નથી હોતા. સકારાત્મક ઉર્જાને રોકે છે.
- ઘરની સીમામાં મયૂરનુ રહેવુ કે આવવુ શુભ હોય છે.
- જે ઘરમાં વીંછી કતાર બનાવીને બહાર જતી દેખાય તો સમજો કે ત્યાથી લક્ષ્મી જવાની તૈયારી કરી રહી છે.
- પીળી વિછીં માયાનુ પ્રતિક છે. આવી વીંછી ઘરમાંથી નીકળે તો લક્ષ્મીનુ આગમન થાય છે.
- જે ઘરમાં સવારે બિલાડીઓની વિષ્ઠા કરી જાય છે ત્યા કંઈક શુભત્વના લક્ષણ પ્રકટ થાય છે.
- ઘરમાં ચામાચીડિયાઓનો વાસ અશુભ છે.
- જે ઘરમાં છછૂંદર ફરે છે ત્યા લક્ષ્મીની વૃદ્ધિ થાય છે.
- જે ઘરના દ્વાર પર હાથી પોતાની સૂંઢ ઉંચી કરે ત્યા ઉન્નતિ, વૃદ્ધિ અને મંગળ થવાની સૂચના મળે છે.
- જે ઘરમાં કાળા ઉંદરોની સંખ્યા વધુ થઈ જાય છે ત્યા કોઈ વ્યાધિ અચાનક થવાની શંકા રહે છે.
- જે ઘરની છત કે બાલ્કની પર કોયલ કે સોન ચિરૈયા કિલકારી કરે ત્યા ચોક્કસ જ શ્રી વૃદ્ધિ થાય છે.
- જે ઘરના આંગણમાં કોઈ પક્ષી ઘાયલ થઈને પડી જાય ત્યા દુર્ઘટના થાય છે.
- જે
ભવનની છત પર કાગડો, ટિટરી અથવા ઘુવડ બોલવા લાગે ત્યા કોઈ સમસ્યાનો ઉદય અચાનક થાય છે.