આ નાનકડો ફેરફાર વધારશે તમારી આવક

સોમવાર, 21 જાન્યુઆરી 2019 (15:49 IST)
ઓફિસ એવુ સ્થાન છે જ્યા તમે તમારો અડધાથી વધુ સમય વિતાવો છો. આ દરમિયાન તમને સ્ટ્રેસ ટેંશન અને તનાવમાંથી પસાર થવુ પડે છે.  તેથી આજે અમે આપને બતાવીશુ એક નાનકડો ચેંજ કરીને તમારી ઓફિસ લાઈફમાં થોડો ફેરફાર કરી શકો છો.  
 
આપણે ઘર તો આપણા હાથ વડે ડેકોરેટ કરીએ છીએ પણ ઓફિસને ડેકોરેટ કરવાની જવાબદારી આપણે મેનેજમેંટ પર છોડી દઈએ છીએ.  જે પ્રકારની ઓફિસ કે ડેસ્ક આપણને મળે છે આપણે તેના પ ર્જ કામ કરવુ શરૂ કરી દઈએ છીએ અને તેમા આપણી તરફથી કોઈ ફેરફાર નથી કરતા.  જેનુ પરિણામ એ નીકળે છે કે થોડા સમય પછી જ આપણને એ વાતાવરણ રૂટીન અને બોરિંગ લાગવા માંડે છે. 
 
એક છોડ લગાવી જુઓ 
 
એ વાત તો આપણે જાણીએ છીએ કે જો ઘરની અંદર છોડ લગાવી દો તો તે રૂમ આખો દિવસ ફ્રેશ બન્યો રહે છે.  લીલા છોડને જોઈને મન ખુશ રહે છે અને સાથે જ રૂમ પણ સુંદર લાગે છે.  તમે જ્યા બેસો છો ત્યા ડેસ્ક પર એક છોડ મુકી દો. પછી જુઓ જીવનનો આ નાનકડો ફેરફાર તમારી આવક કેવી રીતે વધારી દેશે. 
 
 
લગાવો લકી પ્લાંટ 
 
છોડ કેવો અને કયો હોવો જોઈએ આ વાત પર થોડો વિચાર જરૂર કરો.  એવુ કહેવાય છે કે એવા અનેક ઈનડોર પ્લાન્ટ છે જેને ઘર કે ઓફિસ ડેસ્ક પર મુકવાથી પોઝિટિવ એનર્જી અને કામમાં સફળતા મળે છે. આજકાલ તો ઓફિસમાં છોડ મુકવાની પ્રથા ઝડપથી વધી રહી છે.  જો તમે પણ તમારી ઓફિસ ડેસ્ક પર છોડ સજાવવા માંગો છો તો  એવો લકી પ્લાંટ લગાવો જેનાથી તમારી કિસ્મત પણ ચમકી ઉઠે. 
 
 
બૈબૂ - ફેગશુઈ મુજબ બૈબૂનુ ઝાડ મુકવાથી જ્યા એકબાજુ નસીબ જાગે છે તો બીજી બાજુ પૈસો પણ આવે છે. તેને ઓફિસ ડેસ્ક પર મુકવથી માનસિક તનાવ ઓછો થાય છે. કલાત્મક પ્રતિભા અને આત્મવિશ્વાસ વધે છે. 
 
જેડ પ્લાંટ - તેને તમારી ડેસ્ક પર મુકો. આ ઓફિસમાં તમારી સમૃદ્ધિ વધારશે. તેનો અર્થ એ છે કે આ જે રીતે વધે છે એ જ રીતે તમને પણ ઓફિસમાં વધવાની તક મળે છે. 
 
એરિકા પામ - સુંદર દેખાનારોઅ આ છોડ મોટાભાગે ઘરની અંદર લગાવાય છે. જેને તમે તમારા ઓફિસમાં પણ મુકી શકો છો. તેનાથી રૂમની અંદર વાયુ શુદ્ધ થઈ જાય છે અને પોઝીટિવ એનર્જી આવે છે. 
 
ચાઈનીઝ મની ટી - આ છોડનુ નામ પ્ચીરા એક્વાટિક છે. અ આ છોડ ફેંગશુઈના હિસાબ્થી સૌથી સારો માનવામાં આવે છે. 
 
મોથ આર્કિડ - આ ફુલ બલ્બ સામે ઉડતા કીડા સમાન દેખાય છે.  જેનાથી આપણને પ્રેરણા મળે છે કે આપણે ક્યારેય અંધારાથી ડરીશુ નહી અને પ્રકાશની નિકટ જવાથી ગભરાશુ નહી 
 
મની પ્લાંટ - આ ખૂબ જ સામાન્ય છોડ છે. આ તમારી માટે લકી સાબિત થઈ શકે છે.  કારણ કે આ સારુ આરોગ્ય, લાંબુ જીવન, પૈસા અને સમૃદ્ધિ લાવવાનો સંકેત આપે છે. આ તમારા જીવનમાં પૈસાની ભરમાર કરે છે. 
 
સ્નેક પ્લાંટ -  એવુ કહેવાય છે કે સ્નેક પ્લાંટ તમારી ચારે બાજુથી ઝેરીલી ગેસને ખેંચી લે છે  આ તમને ચારે બાજુ પ્રાકૃતિક સ્વચ્છ હવા ફેલાવવામાં મદદ કરે છે. 
 
ડ્રાસાઈના - આ તમારી ઓફિસ માટે ખૂબ સારો સાબિત થઈ શકે છે. કારણ કે ફેંગશુઈ મુજબ તેમા લાકડી અને આગનુ તત્વ છે. આ તમારી ઉર્જાને પ્રોત્સાહિત કરે છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર