Happy Propose Day: વેલેન્ટાઈન વીક શરૂ થઈ ગયું છે. પ્રેમીઓએ પાર્ટનરને ગુલાબ આપીને પોતાના પ્રેમનો સંકેત આપી દીધો છે. પરંતુ હવે તેનાથી એક ડગલું આગળ વધીને પ્રેમ વ્યક્ત કરવો જરૂરી છે. 8 ફેબ્રુઆરી એ પ્રપોઝ ડેનો દિવસ છે, જેમાં પાર્ટનરની સામે પ્રેમ વ્યક્ત કરવામાં આવે છે. જેથી તે જાણી શકે કે સામેની વ્યક્તિ તેને કેટલો પ્રેમ કરે છે.
પ્રેમ વ્યક્ત કરવા માટે શબ્દો જરૂરી છે. સારી લાઈનો સાંભળીને પાર્ટનર ના પાડી શકતો નથી. આવી સ્થિતિમાં, પ્રપોઝ ડેના અવસર પર અમે તમને કેટલીક સુંદર પંક્તિઓ જણાવી રહ્યા છીએ, જે તમારા પાર્ટનરને ઈમ્પ્રેસ કરવામાં કોઈ કસર છોડશે નહીં અને તમારા પ્રેમની સફર ન માત્ર શરૂ થશે પરંતુ ખીલશે પણ.