બાઘૌચઘાટ પોલીસ સ્ટેશન વિસ્તારના રામપુર મહુઆબારી ચોકડી પર મોહરમ નિમિત્તે કાઢવામાં આવેલા તાજિયા જુલુસમાં કેટલાક યુવાનો પેલેસ્ટાઇનના ધ્વજવાળા ટી-શર્ટ પહેરેલા જોવા મળ્યા હતા. માહિતી મળતાં જ એસએચઓ પ્રદીપ અસ્થાના પોલીસ ફોર્સ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.