રસગુલ્લા ની રેસીપી/ Rasgulla recipe

Webdunia
મંગળવાર, 10 ઑક્ટોબર 2023 (15:53 IST)
સામગ્રી -દૂધ 1 કિલો ,લીંબૂ-2 મીડિયમ સાઈજ ,ખાંડ 2 નાની વાટકી ,પાણી - 4 નાની વાટકી . 
બનાવવાની રીત - 1.  લીંબૂમાંથી રસ કાઢી  એક વાટકીમાં નાખો. વાટકીમાં જેટલો રસ છે તેટલું જ પાણી નાખો.
 
2. દૂધને ઉકાળી લો. પછી તેને 80 % જેટલુ ઠંડુ થવા માટે મુકો.  જ્યારે દૂધ ઠંડુ થઈ જાય તો તેમાં એક નાની ચમચી લીબુનો રસ લઈને દૂધમાં નાખી દો અને ચમચીથી હલાવતા રહો. આ રીતે બધો રસ દૂધમાં મિક્સ કરી લો. આમ દૂધ ફાટી જશે અને ફાટેલા દૂધમાંથી પનીર(છેના)  બની જશે. 
 
3. એક સૂતી કાપડ લો. તેને એક વાસણમાં પાથરી દો તેના પર ફાટેલું દૂધ નાખો. પછી કપડાને બન્ને હાથથી ઉઠાવી ચારે તરફથી એક કરી  લો,પછી કપડાને દબાવી-દબાવીને દૂધમાંથી પાણી કાઢી લો. એના પછી ફાટેલા દૂધ પર બે ગિલાસ પાણી નાખો. . જેથી છેનાની ખટાશ દૂર થાય. પછી તેનામાંથી બધું પાણી બહાર કાઢી લો. 
 
4.છેનાને 5 મિનિટ સુધી હાથમાં નરમ કરો જેથી તે સ્પંજી બની જાય. 
 
5.છેનામાંથી તમે લીંબૂ જેટલા ગોળ રસગુલ્લા બનાવો. 
 
6. એક કૂકરમાં ચાશની બનાવવા માટે 3 વાટકી ખાંડ અને 4 વાટકી પાણી નાખી દો. પછી તેને ઉકાળવા મુકી દો. . જ્યારે ખાંડ ઓગળી જાય ત્યારે  રસગુલ્લાને  કૂકરમાં નાખો ગૈસને મીડિયમ તાપ પર થવા દો. 20 મિનિટ પછી તાપ બંદ કરો.  રસગુલ્લા  બનીને તૈયાર છે. ઠંડા થયા પછી ફ્રિજમાં મુકી દો.  
 

સંબંધિત સમાચાર

Next Article